આગામી બોર્ડની પરીક્ષાના પગલે પોલીસ કંટ્રોલરૃમમાં ડીજે બંધ કરાવવાની ફરિયાદોમાં વધારો

0
141

વડોદરા,
તા.૯/૩/૨૦૧૮

મેરેજહોલ-પાર્ટીપ્લોટ પાસે રહેતા વિદ્યાર્થીઓની હાલત સૌથી કફોડી

માર્ચ હોળાષ્ટક બાદ શહેરમાં ફરી લગ્નસરાની મોસમ જામવાની શરૃ થઈ છે . લગ્નપ્રસંગે ગરબા તેમજ વરઘોડામાં જારજારથી ડીજે વગાડવાનું પણ શરૃઆત થતાં ડીજેના ઘોંઘાટથી આગામી દિવસોમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાનગતિ થતાં ડીજે પર કમસેકમ પરિક્ષા થાય ત્યાં સુધી મંજુરી નહી આપવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉગ્ર માગ ઉઠી છે. શહેરમાં લગ્નપ્રસંગ ઉપરાંત બર્થ ડે ઉજવણી અને અન્ય સામાજિક ,ધાર્મિક પ્રસંગો તેમજ રાજકિય કાર્યક્રમોમાં કાનના પડદા ફાડી નાખે તેટલા મોટા અવાજે ડી.જે. વગાડવાનું ચલન સામાન્ય બન્યુ છે. વિવિધ પ્રસંગોએ ડી.જે.વગાડવામાં આવતા તેના ઘોંઘાટથી આસપાસના વિસ્તારમાં રહેતા રહીશો તેમાંય ખાસ કરીને બિમાર દર્દી, વૃધ્ધો અને નાના બાળકોને આડઅસર થાય છે. જાકે કોઈનો પ્રસંગ બગડે નહી માત્ર તેવા કારણથી ત્રાસ થતો હોવા છતાં લોકો દ્વારા કોઈ ફરિયાદ કરાઈ નથી. જાકે હાલમાં સીબીએસસીની બોર્ડની પરિક્ષા ચાલી રહી છે અને આગામી દિવસોમાં હવે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષાઓ પણ શરૃ થશે.

બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો આ અંતિમ તબક્કો અત્યંત મહત્વનો હોય છે તેવા સમયે હવે લગ્નસરાની મોસમમાં ફરી ડીજેનો ઘોંઘાટ ફેલાવવાની શરૃઆત થતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે ખલેલ પહોંચી રહી છે. આવી પરિસ્થિતિને જાતા મોટાભાગના વાલીઓમાં ડીજે સંચાલકો કાયદાનો ભંગ કરવા છતા પોલીસ દ્વારા કોઈ કામગીરી નહી થતી હોવાના કારણે રોષ પણ ફેલાયો છે અને તેઓએ કમસેકમ પરિક્ષાઓના સમયમાં તો ડીજે વગાડવા પર સંપુર્ણ પ્રતિબંધ મુકવાની પણ માગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડીજેની ફરિયાદો મળતા પોલીસ દ્વારા તુરંત ડીજે બંધ કરાવવાની કામગીરી કરવામાં આવે છે. જાકે પોલીસ દ્વારા માનવતાનો અભિગમ અપનાવી તેમજ કોઈનો પ્રસંગ બગડે નહી તે માટે માત્ર ફરી ડીજે નહી વગાડવાની સુચના આપી ફરિયાદની કાર્યવાહી કરાતી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY