ખરાબ હવામાન અને ઓછું ફ્યુલ છતાં પાયલટે બચાવ્યો ૩૭૦ યાત્રીઓનો જીવ!!

0
20

ન્યુ દિલ્હી,તા.૧૮
એરઈન્ડિયાની એક ઇન્ટરનેશનલ ફ્લાઇટના પાઇલટ માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ કોઇપણ ખરાબ સપનાથી ઓછો ન હતો. ઉડાન દરમિયાન વિમાનમાં ઇલેક્ટ્રીક ખરાબી આવી ગઇ હતી. આ ઉપરાંત હવામાન પણ ખરાબ હતુ અને ફ્યુલ પણ ઓછું થઇ ગયું હતું. જા કે આવી કપરી પરિસ્થિતી માં પણ પાયલટે પોતાની સમજણથી ૩૭૦ યાત્રીઓનો જીવ બચાવી લીધો છે.
નવી દિલ્હીથી ન્યૂયોર્કના જાન એફ કેનડી હવાઇ મથક વચ્ચે ઉડતું આ વિમાન એરઈન્ડિયાની દુનિયાના સૌથી લાંબા ડાયરેક્ટ વિમાનોમાંથી એક છે. આ વિમાનમાં પહેલાના ૧૫ કલાક કોઇપણ મુશ્કેલી વગર ગયા પરંતુ તે પછી ૩૮ મિનિટ પાયલટ માટે ઘણાં પડકાર ભર્યા રહ્યાં.
આ દરમિયાન વિમાનના મુખ્ય ચાલક કેપ્ટન રુસ્તમ પાલિયા સતત ન્યૂયોર્ક એટીસીને કહી રહ્યાં હતાં કે, “ઓટો લેન્ડ નથી થઇ રહ્યું. ઘણાં ઇસ્ટિમેંટ ફેલ થઇ ગયા છે.” આ કપરીપરિસ્થિતીમાં તે ઘણાં જ શાંત રહ્યાં હતાં. થોડીવાર પછી તેમણે કહ્યુ કે, “અમે ફસાઇ ગયા છે અને ફ્યુલ પણ નથી. આ દરમિયાન હવામાન પણ સતત ખરાબ થઇ રહ્યુ હતું. બીજી બાજુ વિમાનની સુરક્ષિત લેંડિંગ પણ એક મોટી સમસ્યા હતી.પરેશાની અહીંયા જ પુરી નથી થતી. દુનિયાના સૌથી એડવાન્સ વિમાનોમાંથી એક બોઇંગ ૭૭૭-૩૦૦ના ત્રણેવ ઇસ્ટિમેંટલેંડીંગસિસ્ટમ ફેઇલ થઇ ગયા હતાં. જે પછી કમાન્ડર પાસે એક જ રસ્તો બચતો હતો કે તે રેડિયોઅલ્ટિમીટર અને ટ્રાફિક કોલેજિનનો ઉપયોગ કરે અને આ દરમિયાન સિસ્ટમ ફેલીયરથી બચેલા રહે.
આ દરમિયાન પાયલટે એટીસીને જણાવ્યું કે અન્ય મહત્વપૂર્ણ ઉપકરણો કામ કરી ન રહ્યાં હતાં જેથી વિમાનને મેન્યુઅલી લેન્ડ કરાવવું પડ્યું. ખરાબ હવામાનના કારણે પાયલટ માટે આ લગભગ આવશ્યક જેવું હતું કે તે જાન એફ કેનેડી એરપોર્ટ પર લેંડિંગ કરાવી શકે. એટલે તેમણે નેવાર્કમાં પ્લેનનું લેંડિંગ કરાવ્યું. લો ફ્યુલને કારણે પાયલટ હવામાન સારૂં થાય તેની રાહ ન હતાં જાઇ શકતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY