હવે પાકિસ્તાનમાં બિનમુસ્લિમોને સરકારી નોકરી મેળવી આકરી, કોર્ટનો કટ્ટર આદેશ

0
115

ઈસ્લામાબાદ,
તા.૧૦/૦૩/૨૦૧૮

પાકિસ્તાન હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, કોઈપણ વ્યકિત સરકારી નોકરીમાં લાગશે તો તેને તમામ માહિતી આપવાની રહેશે. ખાસ કરીને તેને પોતાના ધર્મની જાણકારી આપવાની રહેશે. પાકિસ્તાન કોર્ટનો આ નિર્ણય મુસ્લીમ કટ્ટરપંથીઓ માટે જીત સમાન છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના જજ શૌકત અજીજ સિદ્દીકીએ આ સુનાવણી કરી હતી.

જજે કહ્યું કે પાકીસ્તાનના નાગરિકો માટે આ અનિવાર્ય છે કે તે સરકારી નોકરી મેળવતા જ પોતાના ધર્મનો ખુલાસો કરે. સરકારી સેવાઓ કરનાર નાગરિકો માટે આ શપથ લેવા જરૂરી છે.

જેના કારણે સંવિધાન મુજબ મુસ્લીમ અને ગેર મુસ્લીમ લોકોની પરિભાષા નક્કી કરી શકાય. આ નિર્ણય બાદ મુસ્લીમ સિવાયના ધર્મના લોકોએ આંદોલન શરૂ કર્યું છે. આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY