કાશ્મીર હંમેશા ભારતનું અંગ છે અને રહેશેઃ ઓવૈસી

0
8

કેન્દ્રમાં ભાજપ હોય કે કોંગ્રેસ કાશ્મિર મુદ્દે કાંઇ જ કર્યુ નથી
હૈદરાબાદ,તા.૨૦
ઓલ ઇન્ડિયા મજલીસે ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ કાશ્મીર બાબતમાં દરમિયાનગીરી બંધ કરવા પાકિસ્તાનને જણાવ્યું છે. કાશ્મીર હંમેશાં ભારત નો જ ઇન્ટીગ્રલ ભાગ હતો અને રહેશે. કેન્દ્રમાં ભાજપ કે કાંગ્રેસ હોય કાશ્મીરમાં રાબેતાની સ્થિતિ લાવવા કોઇ નીતિ અથવા વિઝન રહ્યું નથી.
કાશ્મીર મુદ્દે નક્કર નીતિ જરૂરી છે પરંતુ કમનસીબે તેનો અભાવ છે. તેલંગણા જાગૃતિ ઇન્ટરનેશનલ યુથ દ્વારા યોજાયેલ કોન્ફરન્સમાં પેનલ ચર્ચા દરમ્યાન પૂછાયેલા પ્રશ્ર્‌નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું. કાશ્મીરી પંડિત માટે ભાજપ સરકારે કંઇ કર્યુ નથી તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. કાશ્મીર સમસ્યા જેમ્સ બોન્ડ અથવા રેમ્બો સ્ટાઇલથી હાથ ધરી શકાય નહીં પરંતુ યોગ્ય માર્ગ અપનાવવો જાઇએ. આઇએએસ ઓફિસર શાહ ફૈઝલે તાજેતરમાં રાજીનામું આપ્યું હતું .તેમણે પોતાની સ્વતંત્ર રાજકીય યાત્રા શરૂ કરવી જાઇએ એમ તેમણે કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY