એચડીએફસી બેન્કની બેદરકારી : ૫૦૦ની ટ્રેનમાં બે હજારની નોટ મૂકી,૩૩ લાખ ઉઠાવી ગયા!!

0
50

જમશેદપુર,તા.૭
એટીએમ મશીનમાં ગરબડ થવાના કારણે એટીએમ મશીન રૂપિયાનો વરસાદ કરતા હોય છે તેવા અનેક કિસ્સાઓ અત્યાસ સુધીમાં સામે આવી ચુક્્યાં છે. પરંતુ ઝારખંડમાં એક એવો કિસ્સો બન્યો છે જેમાં ૪૦ લોકો ૩૩ લાખ રૂપિયા ઉઠાવી ગયાં છે. ઝારખંડના જમશેદપુરમાં એટીએમમાં કેશ પૂરી પાડનાર એજન્સીની બેદરકારીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે.
હકીકતમાં અહી એચડીએફસી બેન્કના એટીએમમાં ૫૦૦ની ટ્રેમાં ૨૦૦૦ રૂપિયાની નોટો મુકી દીધી હતી. જેના કારણે એટીએમ લોકોને ચાર ગણા વધુ પૈસા આપતું હતું. ઘટના જમશેદપુરના બારીડીહ બજાર વિસ્તારની છે. અહીના એટીએમમાંથી ૩ અને ૪ સપ્ટેમ્બરની વચ્ચે કેશ પૂરી પાડનાર એજન્સીની બેદરકારની કારણે ૧૨ કલાકમાં ૪૦ લોકોએ આશરે ૩૩ લાખ રૂપિયા વિડ્રો કર્યા. લોકોને રિસિપ્ટ તો સાચી મળી રહી હતી પરંતુ પૈસા ચાર ગણા મળી રહ્યાં હતા. એટલે કે જે વ્યક્તિ ૫૦૦ રૂપિયા વિડ્રો કરે તેને ૨૦૦૦ની નોટ મળી રહી હતી.
એચડીએફસી બેન્કના અપાધ્યક્ષ રાજીવ બેનર્જીએ જણાવ્યું કે તેમની બેન્કનો કેશ ટ્રાન્ઝિટ કરાર સીએમએસ એજન્સી સાથે છે. એજન્સીના કર્મચારીઓની ભૂલથી ૫૦૦ રૂપિયાની ટ્રેમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મુકાઇ ગઇ હતી. ભૂલ એજન્સીના કર્મચારીઓની છે તેથી બેન્ક એજન્સી પાસેથી રૂપિયા વસૂલી લેશે. જા કે એજન્સી આ રૂપિયા રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સીના કર્મચારીઓ હવે લોકોને ઘરે જઇને વધારાની રકમ પરત કરવા વિનંતી કરી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY