ઈસ્લામાબાદ,તા.૭
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકારે કટ્ટરપંથીઓના દબાણ હેઠળ પાકિસ્તાનના વિખ્યાત અર્થશાસ્ત્રી અને પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નેતૃત્વવાળી આર્થિક સલાહકાર સમિતિના સભ્ય આતિફ આર મિયાંને તેમના પદ પરથી હટાવી દીધા છે. આતિફ આર મિયાં પ્રિંસટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી છે. તેમને પદેથી હટાવાની જાહેરાત પીટીઆઇના સંસદસભ્ય ફેસલ જાવેદે આપી હતી.
ફેસલ જાવેદની ટ્વીટ બાદ સમગ્ર પાકિસ્તાનમાં આ ખબરે જાર પકડ્યું હતું. જાવેદે તેની ટ્વીટમાં જણાવ્યું હતું કે આતિફ મિયાં આર્થિક સલાહકાર સમિતિ(ઇએસી)નું પદ છોડવા માટે રાજી થઇ ગયા છે અને જલ્દીથી તેમની જગ્યાએ યોગ્ય નિમણૂક કરવામાં આવશે.
આતિફ મિયાં પ્રિંસટન યુનિવર્સિટી સાથે- સાથે વુડ્રો વિલ્સન સ્કુલ ઓફ પબ્લિક પોલિસી વિભાગમાં અર્થશાસ્ત્રી છે. ઇમરાન ખાનની ૧૮ સભ્યોવાળી ઇએસીમાં તેમની નિમણૂક કરવામા આવી હતી. નિયુક્તિના થોડા જ દિવસોમાં તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન જેવા કટ્ટરપંથી સંગઠનોએ આતિફ મિયાંના અહમદી હોવા પર સવાલો કરી તેમની નીતિઓનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.
આતિફ મિયાંને સમિતિમાંથી બહારનો રસ્તો દેખાડવાના પગલાએ ઘણા લોકોને અચંબિત કર્યા હતા કારણ કે થોડા દિવસ પહેલા ઇમરાનની પીટીઆઇ સરકારે મિયાંની નીતિઓની પ્રશંસાઓ કરતા કટ્ટરપંથીઓ સામે નમતૂ ન મુકવાની જાહેરાત કરી હતી. આતિફ મિયાંની વિરોધમાં બોલતા લોકોને જવાબ આપતા પાકિસ્તાનના સૂચનામંત્રી ફવાદ ચૌધરીએ ઇસ્લામાબાદની એક પ્રેસ કોન્ફરસમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન જેટલો બહુમતી સમાજ માટે છે તેટલો જ લઘુમતી ધરાવતા સમાજનો પણ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



