અમદાવાદ,તા.૨૦
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મંગળવારે અચાનક પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પડાયા હતા. આ કામગીરી હેઠળ ૧રપ પાણીપૂરીવાળાના એકમોમાં તપાસ કરીને તંત્ર દ્વારા ૩૮ નમૂના લેવાયા હતા તેમજ ૪ર ધંધાર્થીને નોટિસ ફટકારાઇ હતી.
શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્્યું હોઇ સત્તાધીશોએ ફરીથી પાણીપૂરીના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરી છે તેવું ચિત્ર ભલે સપાટી પર ઉપસ્યું હોય, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. આરોગ્ય માટે હાનિકારક પૂરીનો મસાલો કે ટોઇલેટ કલીનર ભેળવીને તેના પાણીને એસિડિક બનાવવાની કેટલાક લેભાગુ ધંધાર્થીઓ વિરુદ્ધ હજુ પણ કોર્ટ કાર્યવાહી કરવાનું ટાળવામાં આવે છે.
એક-દોઢ મહિના પહેલાં વડોદરામાં પાણીજન્ય રોગચાળાએ ઉપદ્રવ મચાવતાં રાજ્ય સરકારના આદેશથી અમદાવાદ સહિતના રાજ્યનાં અન્ય શહેરનાં પાણીપૂરીના ધંધાર્થીઓ પર સ્થાનિક સત્તાવાળાઓએ દરોડા પાડ્યા હતા તે વખતે વાતાવરણ એટલી હદે ગરમાયું હતું કે કેટલાક ધંધાર્થીઓ તો પોતાના વતન તરફ રવાના થઇ ગયા હતા.
પાણીપૂરીની લારીઓ અને દુકાનોને જ તાળાં લાગી જશે તેવી ચર્ચા ઊઠી હતી. તે સમયગાળામાં શહેરમાં પણ હેલ્થ વિભાગે પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં સાવ સડી ગયેલા બટાકા-ચણા વગેરે જાઇને અમદાવાદીઓ રીતસરના હેબતાઇ ગયા હતા, પરંતુ હેલ્થ વિભાગ દ્વારા આવા ધંધાર્થીઓ સામે કોર્ટ કાર્યવાહી કરવાના બદલે માત્ર રૂ.એક હજારથી રૂ.ત્રણ હજારનો દંડ ફટકારીને કર્તવ્યની ઇતિશ્રી કરી દેવાઇ હતી.
કાયદાની ભાષામાં સડેલા બટાકા, ચણા કે ટોઇલેટ ક્લીનર જેવા આરોગ્યને હાનિકારક પ્રવાહી ભેળવીને પાણીને વધુ એસિડિક કરવાની પ્રવૃત્તિ મ્યુનિસિપલ લેબની તપાસમાં ‘અનસેફ’ જાહેર કરાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



