હાર્ટ અટેકનો ખતરો વધુ

0
132

ઇન્ફ્લેમેટ્રી બાઉલ ડિસીઝ (આઇબીડી)થી ગ્રસ્ત રહેલા દર્દીઓમાં હાર્ટ અટેકની શક્યતા વધારે રહે છે. આવા દર્દીઓમાં અટેકનો ખતરો બેગણો વધી જાય છે. હાલમાં જ અમેરિકાના ક્લેવેલેન્ડ મેડિકલ સેન્ટર પર કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની વિગત સપાટી પર આવી છે. આના કારણે હાર્ટ અટેકનો ખતરો ધરાવતા લોકોને પણ સાવધાની રાખવાની જરૂર દેખાઇ રહી છે.

લાંબા સમય સુધી આઇબીડીની તકલીફ, ગૈસ્ટ્રોઇન્સ્ટાઇનલ ટ્રેકમાં અલ્સરેટિવ કોલાઇટિસ અને ક્રોહન્સ બિમારીનુ કારણ પણ બને છે. આની સાથે સાથે હાર્ટની તકલીફ અને તેની સાથે સંબંધ પણ કારણરૂપ છે. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યુ છે કે ૧૫-૩૦ વર્ષની વયમાં લોકોને આ બિમારીનો ખતરો વધારે રહે છે. હાર્ટ અટેકને લઇને વ્યાપક અભ્યાસની કામગીરી સતત ચાલતી રહે છે. પહેલા અટેકના કારણે લોકોના વહેલી તકે મોત થઇ જતા હતા પરંતુ હવે સમય બદલાઇ જવાની સાથે જ હાર્ટની બિમારીને રોકવા માટે નવી મેડિકલ શોધ અને સાઘન થઇ ગયા છે. દરમિયાન અન્ય એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બિયર હાર્ટને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અભ્યાસના આ તારણો બીયર પીનાર લોકો માટે સારા સમાચાર તરીકે છે. જા નવેસરના અભ્યાસની વાત માનવામાં આવે તો ઓછા પ્રમાણમાં અથવા તો મર્યાદિત પ્રમાણમાં બિયરનો ઉપયોગ આદર્શ તરીકે છે. આનાથી હાર્ટ સાથે સંબંધિત તકલીફનો ખતરો ઘટી જાય છે. બિયર પીવાની ટેવ ધરાવતાં ૨૦૦૦૦૦ લોકોને આવરી લઈને કરવામાં આવેલા વિશ્વવ્યાપી જુદા જુદા અભ્યાસના તારણોને ધ્યાનમાં લઈને એક પ્રકારના તારણો પ્રકાશિત કરાયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY