હૈદરાબાદ ટેસ્ટ : પ્રથમ દિવસનાં અંતે વેસ્ટઈનડીઝ ૨૯૫/૭ પર

0
6

હૈદરાબાદ,તા.૧૨
ભારત અને વેસ્ટઈનડીઝ વચ્ચે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઈનડીઝ ની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે ૭ વિકેટ ગુમાવી ૨૯૫ રન બનાવ્યા છે. દિવસના અંતે રોસ્ટન ચેસ ૯૮ રન અને દેવેન્દ્ર બિશુ ૨ રન બનાવી નોટ આઉટ રહ્યા છે.વેસ્ટઈનડીઝ મેચના પ્રથમ સત્રમાં જ ત્રણ વિકેટ ગુમાવી હતી. મહેમાન ટીમને પ્રથમ ઝાટકો કીરોન પોવેલના (૨૨ રન) રુપમાં લાગ્યો હતો. જેને રવિચંદ્રન અશ્વિને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ કુલદીપ યાદવે ક્રેગ બ્રેથવેટને (૧૪ રન) એલબીડબલ્યુ આઉટ કરીને વેસ્ટઈનડીઝ ને બીજા ઝાટકો આપ્યો હતો.
ત્યારબાદ શાઈ હોપે (૩૬ રન) હેટમેયર સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૩૪ રન બનાવ્યા હતા ત્યારે ઉમેશ યાદવે શાઈ હોપને આઉટ કરીને મહેમાન ટીમની ત્રીજી વિકેટ પાડી હતી.
ત્યારબાદ વેસ્ટઈનડીઝ શિમરોન હેટમેયરની (૧૨ રન) વિકેટ ગુમાવી હતી. હેટમેયરને કુલદીપ યાદવે પોતાનો શિકાર બનાવ્યો હતો. યુવા ખેલાડી સુનીલ અંબરીશ પણ (૧૮ રન) વધુ એકવાર તેના બેટિંગથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો અને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો.
રોસ્ટન ચેસ અને શેન ડોવરિચે ટીમના રકાસને અટકાવવા પ્રયાસ કર્યો અને બન્નેએ છઠ્ઠી વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી નોંધાવી હતી. વિકેટ નહીં મળતા ટીમ ઈન્ડિયા ના કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગમાં પરિવર્તન કરીને ઉમેશ યાદવ પાસે બોલિંગ કરવી અને ઉમેશે ભારતને વધુ એક સફળતા અપાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY