રાજ્ય સરકારે ખેરના વૃક્ષો કાપવા પર ફરમાવ્યો પ્રતિબંધ 

0
130

ખેરના વૃક્ષો કાપી લઈજતા વેપારીઓ ખેડૂતોનું શોષણ કરે છે, વન વિભાગ ને કામગીરી સોંપવા હાંકલ

નર્મદા જિલ્લા માં ખેરના લાકડા  વિપુલ પ્રમાણ માં જેને કપાતા અટકાવવા ડો.શશીકુમારે તૈયાર કર્યો  એક્શન પ્લાન

નર્મદા જિલ્લા માં ખેરના વૃક્ષો વિપુલ પ્રમાણ માં છે જેથી ગુજરાત ભરમાંથી નર્મદા માં ખેડૂતોનો સંપર્ક કરીને ખેરના વૃક્ષો કાપી વેપારીઓ મોટી માત્ર માં લઇ જઈ રહ્યા હતા.જેને કપાતા અટકાવવા નર્મદા વન સંરક્ષક ડો.શશીકુમારે એક એક્શન પ્લાન તૈયાર કર્યો અને આ કુદરતી સંપત્તિ કપાતી અટકાવવા રાજ્ય સરકાર માં પણ રિપોર્ટ કર્યો, જેથી રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતમાં  ખેરના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

નર્મદા જિલ્લામાં સૌથી વધુ ખેરના વૃક્ષો તિલકવાડા તાલુકા માં છે અને ગરુડેશ્વર  નાંદોદ માં દેદિયાપાપડા અને સાગબારામાં  પણ થૉડા થોડા છે એટલે અહીંયા વિપુલ પ્રમાણ માં ખેરના વૃક્ષો જોવા મળે છે માટે રાજ્ય ભરના વેપારીઓની નજર નર્મદા પર વધુ રહે છે. જે ખેડૂતોનો સીધો કોન્ટેક્ટ કરી બે ત્રણ ખેડૂતોના વધુ જથ્થા માં ખેરના વૃક્ષો કાપી નાખી બારોબાર લઇ જાય છે ખેરના વૃક્ષોનું ગેરકાયદેસર ખનન નર્મદા વન વિભાગનો માથાનો દુખાવો બની જતા નાયબ વન સંરક્ષક ડો.કે શશીકુમારે એક્શન પ્લાન તૈયાર કરી આ ખેરના વૃક્ષો કપાતા આટકાવ્યાં અને રાજ્ય સરકાર ને રિપોર્ટ કરતા આવા રિપોર્ટ તમામ જિલ્લા ઓ માંથી આવ્યા એટલે રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાત માં ખેરના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેથી લાકડા ચોરો માં ફફફળાટ ફેલાયો છે.

ખેરના વૃક્ષો રિઝર્વ ફોરેસ્ટ માં આવે છે જેને પરમિશન વગર કાપવા ગુનો બને છે અને નર્મદા માં વધુ પ્રમાણમાં વૃક્ષો છે. એટલે વેપારીઓ  માત્ર 8 થી 12 રૂપિયા એક કિલોના આપી ને લઇ જાય છે પરંતુ બજારકિમંત 25 થી 30 રૂપિયા સુધીના હોય છે જો ખેડૂત જંગલ વિભાગ ને આ વૃક્ષ આપે તો જેને 50 થી 60 રૂપિયા ભાવ મળે છેતરાય નહિ. જેથી ખેડૂતોએ સાવધાની વર્તવાની જરૂર છે ડો.કે.શશીકુમાર

રિપોર્ટર ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY