બેંગ્લુરુ,તા.૨૦
ભાગેડૂ જાહેર કરાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાની બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના બે હેલિકોપ્ટરનું લિલામ કરવામાં આવ્યું છે અને એમાંથી રૂ. ૮.૭૫ કરોડની રકમ ઉપજી છે.
બેંગલુરુમાં આ હરાજી ઈલેક્ટ્રોનિક લેવલ પર યોજવામાં આવી હતી. નવી દિલ્હીની ચૌધરી એવિએશન ફેસિલિટીઝ કંપનીએ આ હેલિકોપ્ટર ખરીદ્યા છે. આ ઈ-ઓક્શન ડેટ રીકવરી ટ્રિબ્યુનલે યોજ્યું હતું.
ત્રણ વર્ષ જૂની ચૌધરી એવિએશન કંપની આ હેલિકોપ્ટરનો ઉપયોગ ચાર્ટર્ડ સેવા સહિત કમર્શિયલ હેતુ માટે કરવા માગે છે.
દેવામાં ડૂબેલી કિંગફિશર એરલાઈન્સ ૨૦૧૨ના ઓક્ટોબરમાં બંધ કરી દેવામાં આવી હતી. માલ્યાને ભારતીય સત્તાવાળાઓએ વોન્ટેડ જાહેર કર્યો છે. માલ્યા પર આરોપ છે કે એની કિંગફિશર એરલાઈન્સે ભારતની ૧૩ જેટલી બેન્કો પાસેથી રૂ. ૯૦૦૦ કરોડની લોન લીધી હતી, પણ એ ચૂકવ્યા વગર એ લંડન ભાગી ગયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




