ન્યુ દિલ્હી,તા.૨૫
બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત સેવા માટે સરકાર તરફથી વિવિધ યોજના શરૂ કરવામાં આવ્યા છે. ચાઇલ્ડ હેલ્પલાઇન પર એપ્રિલ ૨૦૧૫થી લઇ આ વર્ષે માર્ચ સુધીમાં ૩.૪ કરોડથી પણ વધુ ફોન કોલ્સ આવ્યા છે. પરંતુ ચોંકવનારી વાત એ છેકે આશરે ૧.૩૬ કરોડ ફોન કોલ્સ સંપૂર્ણ સાઇલન્ટ હતા. આ કોલ્સમાં માત્ર બેકગ્રાઉન્ડનો જ અવાજ આવતો હતો. જેમાં કોલર થોડાં સમય સુધી ફોન પર રહીને ચુપ જ રહેતાં હતા. જેમાં બાળકના રડવાની અવાજ આવતી હતી.
ચાઇલ્ડ લાઇન ઇન્ડિયા ફાઉન્ડેશનને કહ્યું કે, આ સાઇલન્ટ કોલ્સનો હેલ્પલાઇન ૧૦૯૮ છે, જે ઘણો ગંભીરતાથી લેવામાં આવે છે. ડેટા અનુસાર, ૨૦૧૫-૧૬માં હેલ્પલાઇન પર ૨૭ લાખ સાઇલન્ટ કોલ, તો ૨૦૧૬-૧૭માં ૫૫ લાખ પર આંકડો પહોંચ્યો હતો અને ૨૦૧૭-૧૮માં ૫૩ લાખ આંકડો પહોંચ્યો હતો. સાઇલન્ટ કોલ્સના હેલ્પલાઇન પર કામ કરનાર લોકો પણ આ પ્રકારના કોલ્સ પર વધુ ધ્યાન આપે છે. જેની સાથે આ પ્રકારના કોલ્સમાંથી વધુમાં વધુ ડિટેલ એકત્ર કરવામાં પણ આવે છે. તેમજ તેમની સાથે નરમાઇથી વાત કરવાના પણ પ્રયત્ન કરવામાં આવે છે. આ કોલ્સ કરનાર બાળકો અથવા તો કિશોર ઉંમરના હોય શકે છે.
એટલું જ નહીં જ્યારે પણ બાળકો માટે સેમિનાર રાખવામાં આવે છે ત્યારે પણ તેમના દ્વારા ઓછી વાત કરવામાં રસપ્રદ હોય છે. સાઇલન્ટ કોલરસના મામલે તેમનો ભરસો જીતવા માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. એટલું જ નહીં ઇમોશનલ સપોર્ટ તેમને મળે તે માટે પણ કાર્ય કરવામાં આવે છે. જેમના માટે ઘરની સ્થિતિ અને પરિવારના આંતરિક પરિબળો જવાબદાર માનવામાં આવે છે. તેમજ આર્થિક રીતે સમૃધ્ધ પરિવારોમાં આ સ્થિતિ વધુ જાવા મળે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




