અમેરિકાના હવાઇમાં ૧૦૦ વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ સિગરેટ વેચી નહિ શકે

0
5

ગૃહમાં કાયદા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો
હવાઇ,તા.૧૨
અત્યારે સિગરેટ ખરીદવાની ઓછામાં ઓછી ઉંમર ૨૧ વર્ષ છે. ૨૦૨૦માં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો સિગરેટ નહી ખરીદી શકે. ત્યારબાદ ૨૦૨૧માં ૪૦, ૨૦૨૨માં ૫૦, ૨૦૨૩માં ૬૦ અને ૨૦૨૪માં સિગરેટ ખરીદવાની ઓછામાં ઓછી ઉંમર ૧૦૦ વર્ષ કરી દેવામાં આવશે. એટલે કે અહીં સિગરેટ પીવી છે તો, પહેલા ૧૦૦ વર્ષ જીવવું પડશે.
અમેરિકાના હવાઈ રાજ્યમાં ગૃહમાં એક કાયદા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જેમાં ૨૦૨૪ સુધી ૧૦૦ વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ વ્યક્તિને સિગરેટ વેચવા પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે. એટલે કે, અગામી પાંચ વર્ષમાં સિગરેટના વેચાણ પર પૂરી રીતે પાબંધી લગાવી દેવામાં આવશે. જાકે, આ પ્રતિબંધ સિગાર, પાઈપ તંબાકુ, ચબાવવામાં આવતી તંબાકુ (ગુટખા) અથવા ઈ-સિગરેટ પર લાગુ નહી થાય. કાયદાના પ્રસ્તાવ અનુસાર, અગામી પાંચ વર્ષ દરમ્યાન સિગરેટ ખરીદનારા લોકોની ઓછામાં ઓછી ઉંમર સળંગ વધારવામાં આવશે.
રિપબ્લિકન પાર્ટીના નેતા સિંથિયા થિએલેને ગૃહમાં આ બીલ લાવ્યાં છે. તેમનું કહેવું છે કે, નવી નીતિથી આપણે હવાઈ રાજ્યને ૨૦૨૪ સુધીમાં પૂરી રીતે સિગરેટ મુક્ત કરી દઈશું. હવાઈ રાજ્યની કુલ જનસંખ્યા ૧૪ લાખની આસપાસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, લગભગ આટલા લોકો દર વર્ષે ભારતમાં સિગરેટ પીવાથી મરી જાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સિગરેટ પીતા લોકોની સંખ્યા ૧૦ કરોડથી વધારે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY