હેન્ગઝહાઉ,તા.૧૮
મહાન ખેલાડી વિશ્વનાથન આનંદ સહિત ભારતના અન્ય ટોચના ખેલાડીઓએ ૨૦૨૨ના હેન્ગઝહાઉ ખાતેના એશિયાડ રમતોત્સવમાં ચેસના ફરી કરાયેલા સમાવેશના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આથી વધુ ખેલાડીઓ રમતને અપનાવવા પ્રેરિત થશે.
પાંચ વેળાના વર્લ્ડ ચેમ્પિયન અને રાષ્ટ્રના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર ખેલાડી આનંદે આ સમાચાર સંસ્થાને કહ્યું હતું કે આવા પગલાંથી તેને બહુ ખુશી થઈ છે અને ઉમેર્યું હતું કે હવે તે ભારતીય ટીમ તરફથી મૅડલની આશા કરે છે.
ચેસની રમત ૨૦૦૬માં દોહામાં અને ૨૦૧૦માં ગુઆંગઝાઉમાં યોજાયેલ એશિયાઈ રમતોત્સવનો હિસ્સો હતી. ભારતે દોહામાં બે ગોલ્ડ મૅડલ જીત્યા હતા જેમાં કોનેરુ હમ્પી મહિલાઓની રેપિડ વ્યક્તિગત હરીફાઈમાં મોખરાના સ્થાને રહી હતી અને મિશ્ર ટીમ હરીફાઈમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (એ. આઈ. સી. એફ.)ના ઉપ-પ્રમુખ ડી. વી. સુંદરે ચેસના એશિયાડમાં સમાવેશના સમાચારને રમત તથા ખેલાડીઓ માટે સારા ગણાવ્યા હતા તથા કહ્યું હતું કે ભારતને તેમાં મૅડલ જીતવાનો મોકો રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



