અફવાઓનો આવ્યો અંત, હેનરી કેવિલ જ હશે આગામી સુપરમેન

0
13

લોંસ એંજલ્સ,તા.૧૪
સુપરમેનના રોલ માટે અભિનેતા હેનરી કેવિલની બાદબાકી થઇ ગઇ હોવાની વાતો સોશિયલ મીડિયા પર વંટોળીયાની માફક ફેલાઇ ગઇ હતી. જેના કારણે તેના ફેન્સ ઘણા નિરાશ થયા હતા. કારણ કે મેન ઓફ સ્ટીલ ફિલ્મ જાયા બાદ તેના સિવાય કોઇ બીજા સુપરમેન હોય તેવી ફેન્સ ધારણા પણ બાંધી નહોતા શકતા. એવા સમયે ગઇકાલે સોશિયલ મીડિયા વર્તુળોમાં એ વાતની ચર્ચા થવા લાગી કે હેનરી કેવિલે સુપરમેનના કિરદારને અલવિદા કહી દીધું છે.
જાકે આજે જ એ વાતની પુÂષ્ટ થઇ ગઇ કે હેનરી કેવિલે આ પાત્રને અલવિદા નથી કહ્યુ . હેનરીએ આ વાતની સાબિતી આપતા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં કેવિલ સુપરમેનના ટીશર્ટ અને ડોલ સાથે નજર આવી રહ્યો હતો. બેકગ્રાઉન્ડમાં સુપરમેનનું હિટ મ્યુઝીક વાગી રહ્યુ હતું. જેનાથી એ વાતની સાબિતી મળી કે કેવિલ આ પાત્ર અને પ્રોડક્શન સાથે જાડાયેલો છે.
બીજી તરફ વોર્નર બ્રધર્સે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે, ‘અમે કેવિલની રિસ્પેક્ટ કરીએ છીએ, અમે તેનો આદર કરીએ છીએ. આગામી સુપરમેન ફિલ્મ માટે હાલ અમે કેવિલ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.’
કેવિલ આગામી સમયમાં સઝેમ ફિલ્મમાં કેમિયો રોલમાં જાવા મળશે. તો આગામી ફિલ્મ જસ્ટીસ લીગ અને બ્લેક એડમમાં પણ તેનો કિરદાર હોવાનું સામે આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY