ન્યુ દિલ્હી,તા.૧
દિલ્હી હાઇકોર્ટે એક મોટી વાત કહી છે. કોર્ટે કહયું કે ભારતીય રસોડામાં ચાકુ અને દસ્તો હોય તે સામાન્ય વાત છે. પણ તેનાથી એમ સાબિત ન થાય કે તે ઓછા ઘાતક હથિયાર છે. કોર્ટે આ વાત એક વ્યકિતને ચાકુ અને દસ્તા(સિલબટ્ટા) થી પોતાની પત્નીની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનેગાર ગણતા કહયું. આ શખ્સને પહેલા નીચલી અદાલતમાં છોડી મુકાયો હતો. ત્યારે કોર્ટે એવું કહયું હતું કે આ ઓછા ધાતક હથિયાર છે અને તેનો ઉપયોગ ગુનામાં ન થઇ શકે.
મામલાની સુનાવણી કરનાર જÂસ્ટસ એેસ મુરલીધર અને જÂસ્ટસ વિનોદ ગોયલની બેંચે ગુનેગારને સાત વર્ષની સખ્ત કેદ અને ૧ લાખ રૂપિયાનો દંડની સજા સંભળાવી છે. ગુનેગાર ઉપર પોતાની પત્નીના ચહેરાને રસોડાના ચાકુ અને દસ્તાથી વિકૃત કરવાનો ગુનો સાબિત થઇ ગયો હતો. આ ઘટના ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૧૪ વચ્ચેની રાત્રી બની હતી.
રાકેશ અને નેમવતીના લગ્ન ૧૭ જૂન ૨૦૦૭ના રોજ થયા હતા. પણ લગ્નના થોડા સમય પછી બન્ને વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા હતા. હમલાના બે વરસ પહેલા નેમવતીએ પતિનું ઘર છોડી દીધું હતું. ૮ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ રાકેશ પોતાના સસરાના ઘરે ગયો અને દવા અપાવવાનું બહાનું કરીને નેમવતીને સાથે લઇ ગયો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



