અત્યારસુધીમાં ફક્ત ૩૪ જ ટ્રાફિક સિગ્નલ લગાવાયા છે લો..બોલો..ટ્રાફિકની સૌથી વધુ સમસ્યા ધરાવતા વિસ્તારમાં જ ટ્રાફિક સિગ્નલ નથી..!!

0
85

વડોદરા,
તા.૧૩/૦૩/૨૦૧૮

સ્માર્ટ સીટી અંતગર્ત અનેક પ્રોજેક્ટની હારમાળા સર્જાઈરહી છે. પરંતુ શહેરની મુખ્ય અને વિકટ એવી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત તો દૂર પરંતુ તેની સ્થતિને કાબૂમાં રાખવા માટેના સિગ્નલ ક્યાંય દેખાતા જ નથી. શહેરના સૌથી વધારે ટ્રાફિક ધરાવતા વિસ્તાર મુક્તાનંદ સર્કલ, નાગરવાડા, અમિતનગર સર્કલ, ગાય સર્કલ અકોટા ચાર રસ્તા, ઘડિયાળ સર્કલ, એલ એન્ડ ટી સર્કલ, કારેલી બાગ પાણીની ટાંકી ચાર રસ્તા,ગોરવા આઈટીઆઈ ચાર રસ્તા અને ગેંડા સર્કલ પાસે ક્યાંય સિગ્નલ જ નથી.

આટલા મોટા વડોદરા શહેરમાં ૨૦૧૬ થી લઈને અત્યારસુધી ફક્ત ૩૪ જ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના ટ્રાફિક સિગ્નલ તો બંધ જ જાવા મળે છે. કોર્પોરેશનના ટ્રાફિક અને સિગ્નલ વિભાગના હેડના કહેવા પ્રમાણે ‘જ્યાં ચાર રસ્તા અને ત્રણ રસ્તા આવતા હોય ત્યાં ટ્રાફિક સિગ્નલ લગાવવું અનિવાર્ય બની જાય છે. પોલીસ દ્વારા ઓર્ડર આવે ત્યારે અમે સિગ્નલ લગાવી શકીએ છે પરંતુ પોલીસ કહે છે અમારી પાસે સ્ટાફની અછત છે જેથી અમે સિગ્નલનું મેન્ટેનન્સ કરી શક્તા નથી.’ વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને લીધે અકસ્માતોની વણઝાર પણ ચાલુ રહે છે, મોટા શહેરોમાં અનેક ટ્રાફિક સિગ્નલ પર પોલીસ જાવા મળતી જ નથી લોકો સિગ્નલ જાઈને જ વાહનો ચલાવી રહ્યા છે જ્યારે આપણે હજુ પણ પોલીસના હાથના ઈશારાની રાહ જાવી પડે છે.

શહેરમાં ૩૪ સિગ્નલ લગાવવામાં આવેલ છે તેમાંથી ૧૦ થી વધારે સિગ્નલ બંધ જ જાવા મળે છે આ વિશે ટ્રાફિક પોલીસનું કહેવું છે ટેકનીકલ ખામીના કારણે સિગ્નલ બંધ રહેતા હોય છે તેમાં પોલીસ કઈ કરી શક્તી નથી.તો બીજી તરફ કોર્પોરેશનના ટ્રાફિક અને સિગ્નલ વિભાગનો આરોપ છે કે કોઈપણ ટેકનીકલ ખામી સર્જાય તો તાત્કાલિક તેનું સમારકામ થાય છે. સિગ્નલને ચલાવવા માટે પોલિસ પાસે પૂરતો સ્ટાફ જ નથી. ટ્રાફિક બૂથ પર પોલીસ ન હોવાથી સિગ્નલ બ્લેન્ક પર રાખી દે છે અથવા બંધ જ કરી દે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY