ભરૂચ,
તા.૨૨/૦૩/૨૦૧૮
ભરૃચ નજીક હાઈવે પર વિચિત્ર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ
ભરૃચ નેશનલ હાઇવે નં.૮ ઉપર અસુરીયા પાટીયા નજીક અકસ્માતનાં એક વિચિત્ર બનાવમાં કેમિકલ ભરેલ ટેન્કરની ટેન્ક કાર ઉપર પડતા એક યુવતીનું કરૃણ મોત નિપજવા પામ્યુ હતુ. જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. બે દિવસ પહેલા નેશનલ હાઇવે નં.૮ ઉપર વડોદરા તરફ જતાં કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે કાબુ ગુમાવી દેતા ટેન્કર ડીવાઈડર પર ચઢી જતા ટેન્કરની ટેન્કર છૂટી પડી બાજુમાં ચાલતી કાર ઉપર પડતા કારનો કચ્ચરઘાણ વરી જવા પામ્યો હતો.
કારમાં બેસેલા ચાલક કમલકાંત જાષી ઉ.વ.૩૨ને અંકલેશ્વર જીઆઈડીસી નાઓને ચમત્કારીક બચાવી થવા પામ્યો હતો. જ્યારે અન્ય એક યુવતી રક્ષા ગેમલ વલ્વી ઉ.વ.૨૭ રહે. ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સોમ શ્રીનાથજી સોસાયટી કારમાં ફસાઈ જતા તેને બહાર કાઢવામાં ક્રેનની મદદ લેવાઈ હતી. જા કે તેને ગંભીર ઈજાનાપગલે સારવાર મળે તે પહેલા કરૃણ મોત થયુ હતુ. અન્ય એકને ઈજા થઈ હતી. કમલકાંત જાષી અને મૃતક રક્ષાબેન વલ્વી જી.ઈ.બી.ના કર્મચારી હતા. અને હોટલમાં જમીને પરત ફરતા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







