પાર્કિંગ ચાર્જ ઉઘરાવી અને લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા મજબૂર કરવા તે કાયદેસરતાનો ગુનો છે
અમદાવાદ,તા.૧
ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદમાં ટ્રાફિકની સ્થિતિને કાબૂમાં લેવા માટે છેલ્લા ૩ માસથી ટ્રાફિક ડ્રાઈવ સહિતના પગલાં લેવા પડ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસે સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે, મોલ અને મલ્ટિપ્લેક્સ જાહેરસ્થળ છે. એટલે તેમાં પા‹કગની સુવિધા આપવાની જવાબદારી સંચાલકોની છે.
મોલ અને મલ્ટિપ્લેક્સ દ્વારા નિભાવ માટે પા‹કગ ચાર્જ વસૂલવો જરૂરી હોવાનું જણાવી સંચાલકો હાઈકોર્ટમાં ગયા છે. ત્યારે પોલીસે હાઈકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું છે. જેમાં મોલ અને મલ્ટિપ્લેક્સ સંચાલકોએ પા‹કગ ચાર્જ ઉઘરાવીને લોકોને રસ્તા પર વાહન પા‹કગ માટે મજબૂર કરવા તે કાયદેસરનો ગુનો છે.
પોલીસે રજૂ કરેલા એફિડેવટમાં જણાવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટની જાહેરહિતની અરજીમાં આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. જાહેર હિતમાં અપાયેલા નિર્દેશોનું ખરા અર્થમાં પાલન એ જનતાની સુખાકારી માટે છે. સાથે જ પોલીસની કામગીરીની હાઈકોર્ટની ખંડપીઠે કરેલી પ્રશંસાને પણ સોગંદનામામાં આવરી લેવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





