સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળતાં ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ

0
13

વડોદરા,તા.૧
વડોદરા ખાતે એક ખેડૂતે સિંચાઈ માટે પૂરતી વીજળી તેમજ વારંવાર પાવર કટની ફરિયાદ સાથે જીઈબીની કચેરી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જાકે, કચેરી ખાતે હાજર સ્ટાફની સતર્કતાને કારણે તેને બચાવી લેવામાં આવ્યો હતો. યુવકે ફરિયાદ કરી હતી કે નિયમિત વીજળી નહીં મળવાને કારણે તેના પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓ મરી રહ્યા છે અને તેના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.
વડોદરાના વસંતપુરા ગામનો મૌલિક પટેલ આજે સાવલી ખાતે આવેલી જીઈબીની કચેરી ખાતે પહોંચી ગયો હતો. યુવા ખેડૂતની ફરિયાદ હતી કે પાકને પાણી પીવડાવવા માટે પૂરતી વીજળી મળતી નથી. સરકારે ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, પંરતુ પૂરતી વીજળી ન મળવાને કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વારંવાર પાવરકટથી તેના પોલ્ટ્રી ફાર્મ ખાતે મરઘાઓ મરી રહ્યા છે.
યુવકે અધિકારીઓને રજુઆત કરી હતી કે અવાર નવાર વીજળી કાપી નાખવાને કારણે તેના પોલ્ટ્રી ફાર્મ પર મરઘાઓને પીવડાવવા માટે પાણી નથી. તેના મરઘાઓ મરી રહ્યા છે. આ યુવકે પોલ્ટ્રી ઉપરાંત ખેતીના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે.
યુવકે આત્મવિલોપનો પ્રયાસ કરતા પહેલા કચેરી ખાતે હાજર અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ તેણે પોતાની પાસે રહેલી બોટલમાંથી પેટ્રોલ પોતાના શરીર પર છાંટી લીધું હતું. જાકે, તે દીવાસળી સળગાવે તે પહેલા જ કચેરી ખાતે હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધો હતો. કચેરી છોડતા પહેલા યુવકે પોતે મહીસાગર નદીમાં આપઘાત કરવા જઈ રહ્યો હોવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY