હાઈકોર્ટમાં અમદાવાદ નામ પર વાંધો ઉઠાવતી પીઆઈએલ દાખલ કરાઈ

0
96

અમદાવાદ,
તા.૧૧/૪/૨૦૧૮

અહદાબાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અહમદાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર પણ રહી ચૂક્યું છે. ગત ઘણા સમયથી અહમદાબાદ અને અમદાવાદ નામને લઇ ખુબ જ ચર્ચા થઇ રહી છે. આ અંગે અહમદાબાદના સ્થાને અમદાવાદ નામ પર વાંધો ઉઠાવતી એક PIL પણ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

હાઈકોર્ટમાં અહમદાબાદના સ્થાને અમદાવાદ નામ પર વાંધો ઉઠાવતી એક દાખલ કરવામાં આવી છે. આ અંગે હાઇકોર્ટે નામ બદલવાની પદ્ધતિ અંગે સંપૂર્ણ માહિતી માંગી છે અને વધુ સુનાવણી આવનારા દિવસોમાં હાથ ધરાશે.

PIL દાખલ કરનારે હાઇકોર્ટમાં જણાવ્યું કે, AMC સિમ્બોલમાં ચબુતરાનો ઉપયોગ કરે છે, કેન્દ્ર સરકાર, યુનેસ્કો પણ અહમદાબાદ માને છે, સરકાર RTI ના જવાબમાં પણ અહમદાબાદ જ લખાઈને આવે છે તો પછી અમદાવાદ નામથી શા માટે ચલણ કરાઈ રહ્યું છે. અરજદારની PIL અંતર્ગત હાઇકોર્ટે શહેરનું નામ બદલવા અંગેની સંપૂર્ણ માહિતી માંગી છે અને વધુ સૂનાવણી આવનારા દિવસોમા કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY