પીએમ મોદીનો વારાણસી કાર્યક્રમ લાઈવ કરનાર યુવકની ધરપકડ!!!

0
97

વારાણસી,
તા.૧૪/૦૩/૨૦૧૮

પીએમ મોદી સાથે હાથ મિલાવીને ફેસબુક પર તસવીર અપલોડ કરનાર યુવક અનુપમ પાંડેને સોશિયલ મીડિયા પર વારાણસીમાં મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ જારી કરવું મોંઘુ પડી ગયું છે. એસપીજી તરફથી આ મામલે કડક વલણ દાખવતા ડીજીપીના નિર્દેશ પર યુવક વિરુદ્ધ મંગળવારે રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના બાદ પોલીસ અનુપમ પાંડેની ધરપકડ કરી છે. આ મામલે મંગળવારે મોડ઼ી રાત સુધી અનુપમની પૂછપરછ કરવામાં આવી હતી.

ઘટનાની હકીકત એવી છે કે, ફ્રાંસના રાષ્ટપતિ મેક્રો અને પીએમ મોદીની વારાણસીની યાત્રાને લઈને એસપીજી દ્વારા સુરક્ષા કડક રીતે ગોઠવવામાં આવી હતી. PM મોદી પર આતંકી હુમલાની આશંકાને પગલે એજન્સી તરફથી પહેલેથી ઘણા ઈનપુટ જારી કરવામાં આવ્યા હતા. એવામાં અનુપમ પાંડે દ્વારા મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ સોશિયલ મીડિયા પર દર્શાવવામાં આવતા જીઁય્ સક્રિય થઈ ઉઠ્યું હતું.

તપાસમાં માલૂમ થયું હતું કે, અનુપમ પાંડેએ સૌથી પહેલા વડાપ્રધાનનો કાર્યક્રમ સોશિયલ મીડિયા પર નાખી દીધો હતો. યાત્રા સફળ રીતે પૂરી થયા બાદ જીઁય્એ ડ્ઢય્ઁને આખા પ્રકરણની માહિતી આપી હતી. વારાણસી પોલીસે પણ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો.

યુવકના પિતા જાનપુરમાં આયુર્વેદના ચિકિત્સાધિકારીના પદથી રિટાયર્ડ થયા છે. પૂછપરછ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, અનુપમ બે વર્ષ પહેલા જ વડાપ્રધાન કાર્યાલય સાથે જાડાયો હતો. તે તબિયત ખરાબ હોવાના કારણે વારાણસી ગયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY