૨ યુવાનોને અર્ધનગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી માર મારતા ખળભળાટ

0
93

પંચમહાલ,
તા.૮/૫/૨૦૧૮

શહેરાના ભેસાલ ગામમાં ૨ યુવાનોને ચોરી કરવા આવ્યા હોવાના આક્ષેપ સાથે ગામ લોકોએ તાલિબાની સજા ફટકારી હતી. બંને યુવકોને અર્ધનગ્ન કરીને થાંભલા સાથે બાંધી દીધા હતા. અને મેથીપાક ચખાડ્યો હતો.

ઘટનાની વિગત અનુસાર ભેસાલ ગામના લોકોને એવી જાણ થઈ કે આ બંને યુવાનો ચોરી કરવાના ઈરાદે અહીં આવ્યા છે. તો ગામ લોકોએ બંને યુવાનોને દોરડા વડે થાંભલા સાથે અર્ધનગ્ન અવસ્થામાં બાંધી દીધા હતા. અને બંનેને લાકડી અને દોરડાના ફટકાર મારી ઢોરમાર માર્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જાકે બાદમાં ગામ લોકોને જાણ થઈ કે આ બંને યુવાનો ચોરી કરવાના ઈરાદે આવ્યા ન હતા. જેથી બંને યુવાનોને છોડી મુકવામાં આવ્યા હતા.

હાલ તો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને આ વીડિયોની સોશિયલ મીડિયામાં ટીકા પણ કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY