વિમાનમાં બહારના ખાદ્ય પદાર્થ જાખમી નથી તો થિયેટરમાં કઇ રીતે? : હાઇ કોર્ટ

0
14

મુંબઈ,તા.૯
મલ્ટિપ્લેક્સીસમાં બહારના ખાદ્ય પદાર્થ લઇ જવાની લોકોને પરવાનગી આપવામાં આવે તો સુરક્ષા સામે જાખમ કેવી રીતે ઊભું થાય તેની સ્પષ્ટતા કરવાનું મુંબઈ હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું હતું.
સરકાર તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું કે મલ્ટિપ્લેક્સીસમાં બહારના ખાદ્ય પદાર્થ લઇ જવા પર પ્રતિબંધ મામલે દખલગીરી કરવાનું યોગ્ય નથી, કારણ કે તેને કારણે સુરક્ષા સામે જાખમ ઊભું થઇ શકે છે.
તેમ છતાં કોર્ટે નોંધ્યું હતું કે અન્ય જાહેર સ્થળોમાં ઘરના અથવા બહારના ખાદ્ય પદાર્થ લાવવા પર પ્રતિબંધ નથી અને નિરીક્ષણ કર્યું હતું કે સોંગદનામામાં જણાવાયું છે કે સિનેમાઘરોમાં બહારના ખાદ્ય પદાર્થ નહીં લઇ જવા માટે કોઇ કાયદો અથવા નિયમની જાગવાઇ નથી.
થિયેટરની અંદર બહારના ખાદ્ય પદાર્થ લઇ જવાથી કયા જાખમ ઊભા થઇ શકે? અન્ય જાહેર સ્થળો પર એવા પ્રતિબંધ તો નથી. વિમાનમાં ખાદ્ય પદાર્થ લઇ જવાની પરવાનગી છે તો થિયેટરમાં શા માટે નહીં?, એમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો.
કોઇ કાયદો કે નિયમ આ મામલે બનાવાયો નથી એવું પણ તમે કહો છો તો કયુ સુરક્ષાનું જાખમ ઊભું થઇ શકે છે?, એમ કોર્ટે વધુમાં કહ્યું હતું. આ સિવાય કોર્ટે મલ્ટિપ્લેક્સીસ આૅનર્સ એસોસિયેશનના વકીલની દલીલ પણ ફગાવી દીધી હતી કે કોઇ થિયેટરની અંદર બહારના ખાદ્ય પદાર્થ લાવવા કે નહીં એ નક્કી કરવાના સૈદ્ધાંતિક અધિકાર પર કોઇ તરાપ ન મારી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY