ન્યુ દિલ્હી,તા.૯
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યું કે દેશના રાજનીતિક પ્રણાલીમાં ગુનાકીય પ્રવૃતિને કોઈ જ સ્થાન નથી. સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી ગંભીર ગુનાકિય મામલામાં આરોપી વ્યક્તિઓની ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગ કરનારી અરજી પર સુનાવણી દરમિયાન કરી. જા કે સાથે જ સ્પષ્ટ કર્યું કે કાયદો બનાવવાનું કામ અમારું નથી, આ સંસદનું કામ છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી ૫ જજની બેંચએ કહ્યું કે, કોર્ટે લક્ષ્મણ રેખા પાર ન કરવી જાઈએ કે ન તો સંસદના કાયદા બનાવવાના અધિકારોમાં દરમિયાનગિરિ કરવી જાઈએ. અમે કાયદો બનાવીએ તે કોર્ટ માટે લક્ષ્મણ રેખા છે. અમે કાયદા નથી બનાવતા. તો કેન્દ્ર દ્વારા રજૂ એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે પણ આ અરજીનો વિરોધ કર્યો. તેઓએ કહ્યું આ મામલો સંસદના વિશેષાધિકાર અંતર્ગત આવે છે. આમ પણ એક આરોપીને દોષી ન કહી શકો જ્યાં સુધી તેના વિરૂદ્ધ આરોપ નક્કી ન થઈ જાય.
ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ દેશના ૪,૮૫૬ ધારાસભ્યો અને સાંસદોમાંથી ૧,૦૨૪ વિરૂદ્ધ ગંભીર ગુનાકીય મામલાઓ છે. જે કુલ ધારાસભ્યો-સાંસદોના ૨૧% છે, એટલે કે દરેક ૫મો નેતા આરોપી છે. જેમાંથી ૬૪ (૫૬ ધારાસભ્યો અને ૮ સાંસદ) વિરૂદ્ધ અપહરણના કેસ છે. ૫૧ ધારાસભ્યો-સાંસદો પર મહિલાઓ વિરૂદ્ધ ગુનાના કેસ છે. અપહરણના સૌથી વધુ કેસ ઉત્તરપ્રદેશ, બિહારમાં જ્યારે મહિલાઓ વિરૂદ્ધ ગુનાના સૌથી વધુ કેસ મહારાષ્ટÙના સાંસદો-ધારાસભ્યો સામે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




