હિમાચલ પ્રદેશમાં ભયંકર બરફવર્ષા : ટ્રેકિંગમાં ગયેલા ૩૫ આઈઆઈટી વિદ્યાર્થી ગુમ

0
202

શિમલા,તા.૨૫
હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષાને કારણે લાહૌલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪૫ લોકોના ગુમ થવાની ખબર છે. મળતી જાણકારી પ્રમાણે આમાં આઈઆઈટી(રુડકી)ના ૩૫ વિદ્યાર્થીઓ સામેલ હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે હિમાચલ પ્રદેશના ઘણાં ભાગોમાં ગત બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણું નુકસાન થયું છે. જે ઉપરાંત વધારે ઊંચાઇવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઇ હતી.
ગુમ દળમાં સામેલ એક વિદ્યાર્થી અંકિત ભાટીના પિતા રાજવીર સિંહે જણાવ્યું હતું કે તેઓ બધા હમ્પતા પાસ માટે ટ્રેકિંગ પર ગયા હતાં અને તેમને મનાલી જવાનું હતું. પરંતુ તેમની સાથે સંપર્ક તૂટી ગયો હતો.
હિમાચલ અને પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ૨૫નાં મોત થયા હતા. પંજાબમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાઇ હતી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી કાંગડા અને કુલ્લુ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. કુલ્લુમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બચાવ કાર્ય માટે વાયુસેનાની મદદ લેવાઇ હતી. હિમાચલમાં પૂરની સ્થિતિમાં બેનાં મોત થયા હતા. હિમાચલમાં પૂરમાં તણાઈ જતાં ત્રણનાં મોત થયા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં ડોડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થયો હતો. અનેક સ્થળે ભૂસ્ખલન થયા હતા. એક ભૂસ્ખલનની ઘટનામાં મકાન દબાઈ જતાં પરિવારના પાંચના મોત થયા હતા. કઠુઆ જિલ્લામાં ભારે વરસાદમાં ફસાયેલા ૨૯ લોકોનો બચાવ કરાયો હતો.
ઉત્તરાખંડમાં પણ વ્યાપક વરસાદ હતો. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ચારધામ યાત્રાના રસ્તા બંધ થતા યાત્રા પ્રભાવિત થઇ હતી. દહેરાદૂન, હરિદ્વાર, પૌડી, ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમરેલી અને બાગેશ્વર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY