પાક.સામેની શ્રેણીમાં અમારી ટીમ કઠિન અને ચોખ્ખી રમત રમશે : ટિમ પેઈન

0
252

મેલબર્ન,તા.૨૫
કેપ્ટન ટિમ પેઈને બોલ ટૅમ્પરિંગના કૌભાંડ પછી પોતાના પહેલા ટેસ્ટ પ્રવેશે રવાના થતી વેળા પ્રતિજ્ઞાપૂર્વક કહ્યુ હતું કે આૅસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સામેની શ્રેણીમાં ‘કઠિન અને ચોખ્ખી’ રમત રમશે.
કાંગારું ટીમ આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં બનેલા બોલ ટૅમ્પરિંગના કૌભાંડ પછી પહેલી વેળા ટેસ્ટ પ્રવાસે રવાના થઈ હતી કે જે માટે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરને ૧૨ મહિના સસ્પેન્ડ કરાયા હતા.
પાંચ નવોદિત ખેલાડીના સમાવેશ સાથેની ટીમ પ્રવાસ દરમિયાન નવી માનભરી સાંસ્કૃતિ કેળવશે અને કોઈપણ કિંમતે જીતવાની પોતાની માનસિક વૃત્તિને બદલી કરશે કે જેણે બોલ ટૅમ્પરિંગના ભ્રષ્ટાચારમાં ભાગ ભજવ્યો હતો.
પેઈને કહ્યુ હતું કે કઠીન અને ચોખ્ખી રમત આૅસ્ટ્રેલિયાના ક્રિકેટની રીત છે અને આગામી શ્રેણીમાં પણ આમ જ રમાશે.
આૅસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડના સ્પિન બાલર મોઈન ખાને પણ તેની આત્મકથામાં આક્ષેપ કર્યો છે. મોઈને લખ્યું હતું કે આૅસ્ટ્રેલિયાના એક ખેલાડીએ ૨૦૧૫ની એશિશ સિરીઝ દરમિયાન તેને ‘ઓસામા’ કહ્યો હતો.
ક્રિકેટ આૅસ્ટ્રેલિયા (સી. એ.)એ મુસ્લિમ ધર્મ પાળતા મોઈન સામેની આ ટીકાને ‘અસ્વીકાર્ય’ ગણાવી તેમાં તપાસ શરૂ કરી છે.
પહેલી ટેસ્ટ મેચ દુબઈમાં ૭મી આૅક્ટોબરથી રમાનાર છે અને બીજી ટેસ્ટનું અબુધાબીમાં ૧૬મી આૅક્ટોબરથી આયોજન કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY