ભૂલોથી ડર્યા વગર હિન્દી ભાષાનો કરો ઉપયોગ ઃ નાયડૂ

0
98

ન્યુ દિલ્હી,તા.૪
રાજ્યસભા અધ્યક્ષ વૈંકેયા નાયડૂએ સાંસદોને હિન્દીમાં બોલવાની અપીલ કરી છે. કહ્યુ કે સાંસદોએ વ્યાકરણની ભૂલથી ગભરાવુ જાઇએ નહીં. આ સાથે જ કહ્યુ કે હિન્દીને પ્રોત્સાહન આપવા માટે વર્ષમાં ૨ વખત હિન્દી કમિટીની બેઠક યોજાવી જાઇએ.
નાયડૂએ રાજ્યસભામાં હિન્દી ભાષી સભ્યોને વ્યાકરણનો ડર રાખ્યા વગર હિન્દી બોલવા નિવેદન આપ્યુ. કહ્યુ કે હિન્દી બોલવાથી તેમની ભાષા કુશળ બનશે અને શિખવાની ક્ષમતા લધશે.નાયડુએ રાજ્યસભામાં પોતાનો અનુભવ જણાવ્યો હતો કે તેઓ દિલ્હી ગયા હતા ત્યારે તેમણે હિન્દી બોલતા આવડતુ ન હતુ.. તેઓ ભાષા શીખવા માટે હિચકાતા હિન્દીમાં બોલતા હતા.
ચર્ચા દરમિયાન બિના હિન્દી ભાષી સાંસદો જણાવ્યું હતું કે, અમારી હિન્દીમાં પ્રિન્ટેટ કાપીમાં ગાણિતીક ભુલોને સુધારવામાં આવે જેથી સાચી ભાષા રેકોર્ડ રહે..આ ઉપરાંત સાંસદોએ અનુવાદ માટે પણ સૂચનો આપ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY