રફાલ ડીલ પર મોદી સરકાર વિ૫ક્ષ સાથે ચર્ચા કરી શકે છે : ફ્રાન્સ

0
96

પેરિસ,તા.૮
ભારત અને ફ્રાંસની સરકારો વચ્ચે રફાલ યુદ્ધવિમાનોની ખરીદીની ડીલ થઈ છે. રફાલ ડીલ મામલે વિપક્ષ દ્વારા મોદી સરકાર સામે કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. હવે જ્યારે નવમી માર્ચે ફ્રાંસના રાષ્ટÙપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં ભારત આવી રહ્યા છે. ત્યારે રફાલ ડીલનો મામલો ફરીથી ચર્ચામાં આવવાનું સ્વાભાવિક માનવામાં આવે છે. મેક્રોંએ એક ઈન્ટરવ્યૂમાં કÌš છે કે મોદી સરકાર ચાહે તો રફાલ ડીલ પર વિપક્ષની સાથે ચર્ચા કરી શકે છે અને ફ્રાંસની સરકાર આનો વિરોધ નહીં કરે.
ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રફાલ યુદ્ધવિમાનની ડીલ પર ફ્રાંસના રાષ્ટÙપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ મહત્વનું નિવેદન આપ્યું છે. મેક્રોંએ કÌš છે કે જા ભારત આ મુદ્દા પર વિપક્ષની સાથે કોઈપણ પ્રકારની ચર્ચા માટે ડીલની કેટલીક ઝીણવટભરી બાબતો પરથી પડદો ઉઠાવવા ઈચ્છતું હશે.. તો ફ્રાંસની સરકાર આનો વિરોધ કરશે નહીં. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં મેક્રોંએ કÌš છે કે આ ડીલમાં આર્થિક, ઔદ્યોગિક અને વ્યૂહાત્મક હિતોનું પુરું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોંએ કÌš છે કે આ ડીલ તેમના કાર્યકાળ દરમિયાન થઈ નથી. પરંતુ આનાથી બંને દેશોને ફાયદો થયો છે. ડીલ પર દાખવવામાં આવતી ગુપ્તતા મામલે મેક્રોંએ કÌš છે કે બંને દેશો વચ્ચે જ્યારે કોઈ મામલા પર બેહદ સંવેદનશીલ કારોબારી હિતો સામેલ રહે છે.. તો ખુલાસો કરવો યોગ્ય રહેશે નહીં. મેક્રોંએ કÌš છે કે આ ડીલમાં કમર્શિયલ એગ્રિમેન્ટ હેઠલ પ્રતિસ્પર્ધી કંપનીઓની ડીલની ઝીણવટભરી વિગતોની જાણકારી આપવી જાઈએ નહીં. આ કમર્શિયલ એગ્રિમેન્ટ સાથે કેટલીક કંપનીઓના હિતો જાડાયેલા છે. માટે તેના પર ગુપ્તતા રાખવી યોગ્ય છે.
ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ મેક્રોંએ કÌš છે કે કેટલાક ટેક્નિકલ મુદ્દાઓ પર રહસ્ય માત્ર કમર્શિયલ એગ્રિમેન્ટને કારણે છે. મેક્રોંએ એમ પણ જણાવ્યું છે કે જા ભારતમાં મોદી સરકાર આ ડીલ પર ઉભા થઈ રહેલા વિવાદોની વચ્ચે વિપક્ષની સાથે સંવાદમાં કેટલીક ઝીણવટભરી વિગતો પરથી પડદો ઉઠાવવા ઈચ્છે છે.. તો તેમની સરકારને આમા કોઈ વાંધો નહીં હોય.
ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલા સંરક્ષણ કરાર પર મેક્રોંએ કÌš છે કે આ ડીલ એક સારા નેગોસિએશનના માહોલમાં થઈ છે. તેની સાથે જ આ ડીલ ભારતની સુરક્ષા માટે બેહદ મહત્વપૂર્ણ છે. મેક્રોંનું કહેવું છે કે રફાલ ડીલ ભારત અને ફ્રાંસ વચ્ચે બૃહદ સંમતિના એક ભાગ સ્વરૂપે થઈ છે. મેક્રોંએ ઈન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું છે કે ભારત સરકારે પોતાના દેશનો પક્ષ ખૂબ સારી રીતે રજૂ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY