હિન્દી હૈ હમ વતન હૈ…હિન્દોસ્તા હમારા સારે જહાં સે અચ્છી હિન્દી જુબા હમારી

0
92

દુનિયાના કોઈ પણ મેળામાં અથવા ભીડમાં ફસાઈ ગયા હોય તમારી ભાષા કોઈ સમજી ના શકે અને તમે તેની ભાષા સમજી ના શકો તો શું કરવું ના કરવું. તમે ચારે બાજુ જાઈ રહ્યા છો કાંઈક બોલી પણ રહ્યા છો પણ તમારી ભાષા કોઈ સમજી શકતું નથી. અકળાયેલ ચહેરો,કોને કહેવું કોણ સમજશે. આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ પાસે આળીને તમારી ભાષામાં તમને કહે કે શું હું તમને કોઈ મદદ કરી શકુ છું…ત્યારે તમને એ વ્યક્તિ ભગવાનથી ઓછી નહીં લાગે. જાણે કે જીવમાં જીવ આવી ગયો. તમે તુરંત તેનો હાથ પકડી કહે છે કે તમને શું તકલીફ છે અને તમને તેનું નિરાકરણ અથવા જે તમે ઈચ્છતા હતા તે હોય ત્યારે પોતાની ખુદની ભાષાનું મહ¥વ સમજાય છે. આજે હિન્દી દિવસ હતો અને હિન્દી ભાષાને લઈને શુ થવું જાઈએ તેના પર વિચાર-વિમર્શ પણ હિન્દીમાં જ થાય…!!
ભાષાનું મહત્તવ છે એ બીજું કોઈ નહી પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત તે બધા નેતાઓ જાણે છે. જે રાષ્ટ્રભાષા હિન્દીમાં એક સારો વક્તાની જેમ ચૂંટણી સભામાં લોકોને અટલજીની જેમ મંત્રમુગ્ધ નહીં કરી શકે. કોઈ મહેફિલમાં જમાવડો કરવા લોકોના મસ્તક ડોલી ઊઠે એવું બોલવું અત્યંત જરૂરી છે. અટલજીની સભામાં માનવ મહેરામણ ઉમટી પડતો હતો તેનું એક જ કારણ કે તેઓ હિન્દીમાં એટલું ધારદાર ભાષણ કરતા હતા કે તેમને સાંભળવા માટે અનેક લોકો કલાકો સુધી સભામાં તેમની રાહ જાતા હતા અને સભામાં આવ્યા બાદ જે પ્રકારે અટલજી હિન્દીમાં પોતાની શૈલીથી બોલવાનું શરુ કરતા હતા તો લોકો તાલીઓ પાડતા થાકતા ન હતા. આ હતી ભાષાની કમાલ. આજે પણ ચૂંટણી સભાઓમાં હિન્દીમાં સારુ ભાષણ આપનારની કાયમ જરૂર પડે છે. પોતાની ભાષા તો પોતાની જ છે તો કેમ આપણે હિન્દી ને ન અપનાવીએ. હિન્દીમાં વાતો કરીએ,હેપ્પી હિન્દી ડેના બદલે હિન્દી દિવસ કી શુભ-કામનાએ…..આવું ન કહી શકાય શું?
ભારતમાં કહેવા માટે તો હિન્દી રાષ્ટ્રભાષા છે પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં હિન્દી ભાષાને આજે પણ અછૂત ગણવામાં આવે છે. દુઃખ સાથે કહેવું પડે છે કે તે રાજ્યોના અનેક લોકો હિન્દી જાણવા છતાં પણ કોઈ પ્રવાસી કે તેમની સાથે હિન્દીમાં વાત કરી કાંઈક પૂછવા ઈચ્છી રહેલ હિન્દી ભાષી વ્યક્તિ સાથે હિન્દીમાં વાત નથી કરતા. તેઓ પોતાની તમિલ,કન્નડ,મલાયલમી અથવા ફીરંગીઓની ભાષામાં જવાબ આપશે પણ હિન્દીમાં નહિ. આ રીતનો વ્યવહાર દેશને એક સૂત્રમાં બાંધતો રોકે છે. આપણે કોઈ એક ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્વિકારવી જ પડશે નહીં તો આપણે નદીઓના પાણીના ભાગલાની જેમ ભાષાના ભાગલામાં જ અટવાતા રહી જશું. આવો હિન્દી દિવસ પર કાÂશ્મરથી કન્યાકુમારી અને કચ્છથી કોલકાત્તા સુધી સુમધુર અવાજમાં ગર્વથી કહીએ….હિન્દી હૈ હમ…હિન્દી હૈ હમ…વતન હૈ હિન્દોસ્તા હમારા…!!

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY