સુરત, તા.૨
હિન્દુ દેવી-દેવતાના પોસ્ટર તથા ફોટાવાળા ફટાકડાઅોના બનાવટ, વેચાણ તથા ફોડવા પર પ્રતિબંધ લગાવવા બાબતે સુરત કલેક્ટરને પાઠવાયેલા આવેદનમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિના સુરત શહેરના આગેવાનો આશિષભાઈ સૂર્યવંશી, ચેતનભાઈ આવકલે, હરીશભાઈ પાટીલ, યોગેશભાઈ બોરસે, દિનેશભાઈ પાટીલ વગેરેએ જણાવ્યુંï છે કે, ભારત દેશમાં કેટલાકો વર્ષોથી દિવાળી તથા અન્ય ઉજવણીના ભાગરૂપે ફટાકડાઅો ફોડવાની પરંપરા ચાલી આવેલી છે. કેટલીક કંપનીઅો દ્વારા ફટાકડાઅો ઉત્પાદનમાં હિંદુ દેવી દેવતાઅોના ફોટો તથા પોસ્ટરો લગાડવામાં આવે છે. (લક્ષ્મીબોમ્બ વગેરે) તે ફટાકડાઅો જ્યારે ફુટે છે ત્યારે દેવી દેવતાના ફોટાઅોના ચીઠરા ઉડી જાય છે અને જેના કારણે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ અને ધર્મનું તથા દેવી દેવતાઅોનું અપમાન થાય છે. આપણી સંસ્કૃતિ વિશ્વમાં વિખ્યાત છે. આપણા ધર્મનું તથા દેવી દેવતાઅોનું પૂંજન આખુ વિશ્વ કરે છે.
સાંસ્કૃતિક રક્ષા સમિતિ હંમેશા દેશમાં અન્યાય સામે લડત આપતી આવેલી છે. જેથી આપને વિનંતી કરવામાં આવે છે કે, દેશમાં લક્ષ્મી બોમ્બ જેવા હિન્દુ દેવી દેવતાઅોના ફોટાવાળા ફટાકડા બનાવનારી કંપનીઅોને તાકીદે જણાવી આવા ફોટાવાળા ફટાકડાઅો પર રોક લગાવવામાં આવે તેમજ તેનું વેચાણ અટકાવવામાં આવે તેમજ આ વર્ષની દિવાળીમાં તથા હવે પછીના દિવસોમાં આવા ફટાકડાઅોના વેચાણ સુરત શહેર જિલ્લા તથા ભરતના કોઈપણ ખુણે થાય નહીં તેવી ગોઠવણી તાત્કાલિક કરવામાં આવે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




