વલસાડ, તા.૨
વલસાડ જિલ્લા માહિતી કચેરીના હેમંતભાઇ કંડોલીયા તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ ૩૨ વર્ષની સેવા બાદ સ્વૈચ્છિક નિવૃત્ત થતાં તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ સંયુક્ત માહિતી નિયામક બી.ડી.રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
શ્રી કંડોલીયાએ તેમની નોકરી દરમિયાન અોલપાડ-સૂરત, ચોટીલા, લીંબડી-સુરેન્દ્રનગર, ધરમપુર અને વલસાડ ખાતે કામગીરી બજાવી હતી. નોકરીના સમયકાળ દરમિયાન ફરજનિષ્ઠાની કામગીરીથી અદના આદમીઅો સાથે લોકચાહના મેળવી નિવૃત્તિ પામનાર હેમંતભાઇ કંડોલીયાનું શાલ અોઢાડી તેમજ સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક એમ.એસ.વળવી, સહાયક માહિતી નિયામક યુ.બી.બાવીસા, ઇ.ચા.સીનિયર સબ એડીટર પ્રફુલ પટેલ, સુપરવાઇઝર મહેશ પટેલ, તેમજ કચેરીના સ્ટાફમિત્રોએ હાજર રહી પોતાના પ્રતિભાવો આપતાં શ્રી કંડોલીયાની સેવાભાવનાને બિરદાવી હતી અને તેમનું નિવૃત્તિમય જીવન નિરોગી, સુખમય નિવડે તેવી શુભકામનાઅો પાઠવી હતી.
વલસાડ કચેરી ખાતે અગાઉ ફરજ બજાવી ગયેલા સહકર્મી સર્વશ્રીઅો બી.એસ.પટેલ, આર.પી.ક્રિયન, મનોજ ખેîગાર, અક્ષય દેસાઇ, એમ.યુ.કાશમાણી, ડી.જે.સુદાણી, રોહિત દવે, જી.સી.પટેલએ શ્રી કંડોલીયાને નિવૃત્તિ પછીનું જીવન દીર્ઘાયુ, આરોગ્યપ્રદ રહે તેવી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શુભેચ્છાઅો પાઠવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



