લોસએન્જલસ,તા. ૨
અમેરિકા સિવિલ વોર સ્ટાર અભિનેતા ક્રિસ ઇવાન્સે એવો ધડાકો કરીને તમામને ચોંકાવી દીધા છે કે જેસિકા બેલ, ક્રિસ્ટીના રિક્કી અને જેન્ની સ્લેટ જેવી સ્ટાર સાથે તેની મિત્રતા આજે પણ અકબંધ રહી છે.
આ તમામ અભિનેત્રી સાથે વિતેલા વર્ષોમાં ઇવાન્સ ડેટિગ કરી ચુક્યો છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં રોમાન્સ કર્યા બાદ આ ત્રમેય ખુબસુરત સ્ટાર સાથે તેના સારા સંબંધ રહ્યા છે. તેનુ કહેવુ છે કે તે હજુ કેટલાક વર્ષો સુધી ફિલ્મોમાં સક્રિય રહેવાની ઇચ્છા ધરાવે છે. અમેરિકન અભિનેતા ફિલ્મ નિર્માતા ઇવાન્સે આ વાત કરીને તમામને ચોંકાવી દીધા છે.
માર્વલ કોમિક્સમાં તે સુપરહિરોના રોલમાં ખુબ લોકપ્રિય થઇ ચુક્યો છે. ટેલિવિઝીન સીરીઝ અપોઝિટ સેક્સ સાથે તેની કેરિયર શરૂ થઇ હતી. વર્ષ ૨૦૦૦માં તેની કેરિયર શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી તે લોકપ્રિય થયો હતો. ત્યારબાદ તે કેટલીક મોટી ફિલ્મમાં પણ નજરે પડ્યો હતો.નોટ એનદર ટીનમાં પણ તે નજરે પડ્યો હતો.
બિફોર વી ગો નામની ડ્રામા ફિલ્મમાં તે શાનદાર રોલમાં નજરે પડ્યો હતો. બોસ્ટનમાં જન્મ્યા બાદ તેની કેરિયર ધીમી ગતિએ આગળ વધી હતી. જા કે તે લોકપ્રિયતા મેળવી લેવામાં સફળ રહ્યો હતો. તેની અંગત કેરિયર ચર્ચામાં રહી હતી. અનેક સ્ટાર અબિનેત્રી સાથે તેના સંબંધ રહ્યા હતા. જેમાં જેસિકા બેલનો પણ સમાવેશ થાય છે. તે નિર્માણ ક્ષેત્રમાં પણ કુદી ચુક્યો છે. તે કેટલાક પ્રોજેક્ટ માટે મોડલિંગ પણ કરી ચુક્યો છે. ફેન્ટાસ્ટક ફોર અને તેની સિક્વલ ફિલ્મમાં તે દેખાયો હતો. ક્રિસ્ટીના સાથે પણ તેના સંબંધ રહી ચુક્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





