ગૌરી લંકેશ મર્ડર કેસ: ડાયરીમાં ખુલાસો ૫૦ શૂટર્સના નિશાના પર ૩૬ લોકો હતા

0
89

બેંગ્લુરુ,તા.૩૦
પત્રકાર ગૌરી લંકેશની હત્યાના સંદિગ્ધ અમોલ ડાલેની ડાયરીથી એક ચૌકાવનારી વાતનો ખુલાસો થયો છે. ડાયરીથી ખબર પડી છે કે, લંકેશ ઉપરાંત સંદિગ્ધના નિશાના પર વધુ ૩૬ લોકો હતા.
સંદિગ્ધ ડાયરીએ જે લોકોને પોતાના નિશાન બનાવ્યા છે, તેમાંથી મોટાભાગના મહારાના છે, જ્યારે ૧૦ લોકો કર્ણાટકના રહેવાસી છે. કર્ણાટકમાં જે લોકોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું, સંદિગ્ધે તેમને ‘હિન્દુ વિરોધી’ના રૂપમાં રજૂ કર્યાં હતા.
ડાયરીના મોટાભાગના હિસ્સા કોર્ડ વર્ડમાં લખવામાં આવ્યા છે. ૩૬ લોકોના મર્ડરના ઉલ્લેખ સાથે આમાં હત્યા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકના ૫૦ શૂટર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાથી કેટલાકની બેલગાંવ, હુબલી અને પુણેમાં હથિયાર જેવા કે, બંદૂક, પિસ્તોલ અને એયર ગન અને પેટ્રોલ બોમ્બ બનાવવાની ટ્રેનિંગ ચાલી રહી હતી.
સૂત્રો અનુસાર કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવામાં હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત સંમેલનોમાં કોણ સૌથી વધારે સાહસી છે, આને જાઈને શૂટર્સની પસંદગી કરવામાં આવતી હતી.
પરશુરામ વાઘમારે જેના પર ગૌરી લંકેશ પર ગોળી ચલાવવાનો આરોપ છે, તેની તે માટે પસંદગી કરવામાં આવી કેમ કે, ૨૦૧૨માં તેને વિજયપુરા જિલ્લામાં પોતાના ગૃહનગરમાં સાંપ્રદાયિક તણાવને વધારવા માટે પાકિસ્તાનનો ધ્વજ ફરકાવીને સાહસ જણાવ્યો હતો.
વાધમારેને હત્યાથી પહેલા જમવાનું અને બસના ભાડાના રૂપમાં ૩૦૦૦ રૂપિયા અને હત્યા પછી ‘સારા કામ’ કરવા માટે ૧૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY