૨૫ હજાર દુર્ગાપૂજા કમિટીને કરી આર્થિક સહાય
કોલકાત્તા,તા.૧૧
તુષ્ટીકરણની રાજનીતિના કારણે હંમેશાં વિવાદમાં રહેતાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એક મોટી ચૂંટણીલક્ષી જાહેરાત કરીને બધાંને ચોંકાવી દીધાં છે. મમતા બેનરજીએ રાજ્યની ર૮ હજાર દુર્ગા પૂજા કમિટીને રૂ.૧૦-૧૦ હજારનું દાન આપવાની જાહેરાત કરીને આગામી ચૂંટણીમાં ભાજપને તેના જ શસ્ત્રથી હરાવવાની તૈયારી કરી લીધી છે.
આ ઉપરાંત તેમણે પૂજા કમિટીઓ પાસેથી વસૂલાતી ફાયર લાઇસન્સ ફી લેવાની પણ બંધ કરવાની અને વીજળીના દરમાં ખાસ છૂટ આપવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુ જનાધારની દિશામાં આગળ વધી રહેલા ભાજપને રોકવા માટે મમતા આ ‘હિન્દુ કાર્ડ’ રમ્યાં હોવાની ચર્ચા છે. તેમનો આ ચૂંટણીલક્ષી દાવ જાઈને ભાજપની છાવણીમાં પણ સન્નાટો ફેલાઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનરજી પર અવારનવાર અલ્પસંખ્યકોને ખુશ કરવા માટે કામ કરતાં હોવાના આરોપ ભાજપ લગાવતો રહ્યો છે. મમતાએ આ એક જાહેરાતથી તેમના પરના તમામ આરોપ ફગાવી દીધા છે અને હિન્દુઓ માટે પણ તેમની સરકાર સંવેદનશીલ છે તેવું સાબિત કરવાની કોશિશ કરી છે. પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં પહેલી વખત દુર્ગા પૂજા કમિટીઓને આ પ્રકારનું દાન કે આર્થિક લાભ આપવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમમાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દુર્ગા પૂજા કમિટીઓને સામુદાયિક વિકાસ કાર્યક્રમ માટે રૂ.દસ-દસ હજારની મદદ આપવાનો નિર્ણય કર્યો છે.
આ રીતે દસ-દસ હજાર રૂપિયાની મદદથી કુલ રૂ.ર૮ કરોડની મદદ દુર્ગા પૂજા કમિટીઓને આપવામાં આવશે એટલું જ નહીં, આ ઉપરાંત પણ કેટલીક રાહત અને મદદ આપવાની જાહેરાત પણ મમતાએ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





