મોહન ભાગવતના હિંદુ પરના નિવેદન પર શિવસેનાએ સામનામાં ઉઠાવ્યા સવાલ

0
62

મુંબઈ,તા.૧૧
શિવસેનાએ શિકાગોમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના હિંદુઓને લઈને આપેલા નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે કે હિંદુઓમાં વર્ચસ્વ બનાવવાની કોઈ મહત્વકાંક્ષા નથી. આક્રમકતા પણ નથી.
ભાગવતે શિકાગોમાં કહ્યું હતું કે એક સમાજના રૂપમાં હિંદુઓએ ભેગા થઈને માનવ જાતિના કલ્યાણ માટે પ્રયાસ કરવા જોઈએ.. ઉદ્ધવ ઠાકરેએ સામનામાં તંત્રીલેખમાં ભાગવતના નિવેદન પર લખ્યુ છે કે આ હિંદુઓ પર લગાવાયેલો આરોપ છે.
હિંદુ આક્રમક હોય એનો મતલબ શું કરવો. અને આક્રમક થયેલા હિંદુઓને તેમના તેમના જ રાજમાં કાયદાની ટેંક હેઠળ કચડાઈ રહ્યા હોય તો તેના માટે સંઘની ઝોલીમાં કયું ચુરણ છે. હિંદુઓના વર્ચસ્વ બનાવવાની મહત્વકાંક્ષા હતી. માટે છત્રપતિ શિવાજી મહારાજે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY