ઢુંઢરમાં બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં ચાલુ મહિને ચૂકાદો આવી શકે

0
5

હિંમતનગર,તા.૫
૪ મહિના અગાઉ હિંમતનગરના ઢુંઢરમાં ૧૪ માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મ અંગે ઘટનાનો કેસ સ્પેશ્યલ ફાસ્ટટ્રેક કોર્ટમાં અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. અને આ મહિનામાં જ તેનુ જજમેન્ટ આવી જવાની પૂરેપૂરી સંભાવના છે.
પોલીસે એક મહિનામાં ઈન્વેસ્ટીગેશન પુરી કરી ૨૯/૧૦/૧૮ના રોજ ચાર્જશીટ રજૂ કરી હતી. અને ૩/૧૧/૧૮ના રોજ કેસ બોર્ડ પર આવતા કાર્યવાહી શરૂ થઇ હતી. પરંતુ આરોપી રવિન્દ્ર ગાંડે તરફથી કેસ લડવા કોઈ સ્થાનિક વકીલ તૈયાર ન થતા શરૂઆતમાં ચારથી પાંચ મુદતો પડી હતી. સ્પેશિયલ પ્રોસ્ટિકિયુંટર સી.સી. શેઠે જણાવ્યું હતું કે ૨૮/૧૧/૧૮ના રોજ આરોપી તરફથી વકીલ હાજર થયા બાદ અત્યારે સુધીમાં ૧૯ સાક્ષી તપાસવામાં આવ્યા છે. ઈન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ સહિત પાંચેક સાક્ષી તપાસવાના બાકી છે. તથા આ કેસની ૧૮મી મુદત મંગળવારે ૦૫/૦૨/૧૯ના રોજ અને ચાલુ માસમાં કોર્ટે કાર્યવાહી પૂર્ણ જઇ જવાની સંભાવના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY