વડોદરા-કોટા ટ્રેનના બે કોચ પાટા પરથી ખડી પડ્યા

0
8

વડોદરા,તા.૫
વડોદરાથી સવારે ૭ કલાકે ઉપડતી વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનના બે કોચ શન્ટિંગ દરમિયાન પાટા ઉપરથી ઉતરી પડ્યા હતા. જાકે સમય સૂચકતાના કારણે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસનો અકસ્માત થતાં બચી ગયો હતો. માનવીય ભૂલના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ઘટનાને પગલે મુંબઇ અને દિલ્હી તરફથી આવતી ટ્રેનોને રેલવે દ્વારા અન્ય ટ્રેક ઉપર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. વહેલી સવારે ૩ વાગ્યે બનેલી આ ઘટનાને પગલે મુંબઇ, દિલ્હી અને અમદાવાદ તરફથી વડોદરા આવતી ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા ૧૦ થી ૧૫ મિનિટ સમયમાં ફેરફાર થયો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
વડોદરા રેલવે સ્ટેશન ઉપર બનેલી ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વેસ્ટર્ન રેલવેના ડી.આર.એમ. દેવેન્દ્રકુમારે તપાસના આદેશ આપ્યા છે. અને બે દિવસમાં તેનો રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY