૬૦ વર્ષીય વૃદ્ધે સગીરા પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
23

હિંમતનગર,તા.૬
૬૦ વર્ષનાં વૃદ્ધે ધોરણ ૬માં ભણતી અને ૧૦ વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યાનાં સમાચાર મળતાં ચકચાર મચી ગઇ છે. આ બાળકીને ધમકાવીને વૃદ્ધે કહ્યું હતું કે જા તું આ કોઇને કહીશ તો તને જાનથી મારી નાંખીશ.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, હિંમતનગરના એક ૬૦ વર્ષીનાં વૃદ્ધે ૧૦ વર્ષીય બાળકી સાથે એકલતાનો લાભ ઉઠાવીને તેને પોતાનો શિકાર બનાવી હતી. બાળકી પોતાના ઘરે ન દેખાતા તેના કાકા તેને શોધતા શોધતા બાજુમાં રહેતા આ ૬૦ વર્ષીય વૃદ્ધના ઘરે આવ્યા હતા. જ્યાં તેમણે બાળકીની હાલત જાઇને હેબતાઇ ગયા હતા. પહેલા તો પરિવાર ચૂપ રહ્યો હતો પરંતુ બાળકીની હાલત વધુ બગડતા સમગ્ર મામલો ગાંભોઇ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આરોપી વૃદ્ધને પકડીને જેલમાં પુર્યો હતો.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત જ કાન્તી કડવાભાઇ મકવાણાની અટકાયત કરી લીધી હતી. જે બાદ બાળકીનું મેડીકલ કરાવ્યું હતુ. તપાસ પોલીસે ઘટના સ્થળનું પંચનામુ કરી વીડીયોગ્રાફી કરાવી એફએસએલની મદદ પણ લીધી હતી તથા કાન્તીભાઇ મકવાણાનું મેડીકલ પણ કરાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY