લૂંટના ઇરાદે યુવકની ચપ્પાના ઘા મારી હત્યા કરાઇ

0
9

સુરત,તા.૬
સામાન્ય બાબતમાં પણ લોકો એક બીજાના લોહીના તરસ્યા બની જાય છે. સુરતમાં હવે લૂંટ અને હત્યાના કિસ્સાઓ છાસવાર બનતા જાય છે. તો સુરતના ઉધના વિસ્તરામાં વધુ એક લૂંટના ઇરાદે હત્યા થયાનીઘટના બની છે. અજાણ્યા ઇસમને લૂંટ કરવાના ઇરાદે સાઇકલ સવાર ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો. છાતીમાં ચપ્પાના ઉપરેછાપરા ઘા મારીને સાયકલ સવારની હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના મગદલ્લા રોડ ઉપરથી એક સાયકલ સવાર પસાર થતો હતો. ત્યારે અજાણ્યા વ્યકિતએ તેને રોકિયો હતો. અને તેની સાથે લૂંટ કરવાના ઇજાદે તેના ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો. અજાણ્યા વ્યકિતએ સાયકલ સવારના છાતીના ભાગે ચપ્પાના અનેક ઘા ઝીંકીને તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. યુવકનો લાહીથી લથપથ મૃતદેહ જાતા સ્થાનિક કોલોએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના પગલે ખટોદરા પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહા હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY