બર્ડ હીટની ઘટના બાદ ગો એરના પાઇલટે ખોટું એન્જિન બંધ કરી દીધું..!!

0
7

ડીજીસીએ પાયલટ પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા
ન્યુ દિલ્હી,તા.૬
ગોએરનાં પાયલટની એક મોટી બેદરકારી સામે આવી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ છ-૩૨૦નાં એક એન્જિન સાથે પક્ષી અથડાયું હતું. જેથી પાયલટે ભૂલથી કામ કરી રહેલા એન્જિનને બંધ કરી દીધુ હતુ. ૩૩૩૦ ફુટની ઊંચાઈ પર પહોંચીને ઉડાનમાં આવી રહેલી મુશ્કેલીનું સમાધાન ન આવ્યુ ત્યારે પાયલટ ફ્લાઈટ પરત દિલ્હી એરપોર્ટ પર લઈ આવ્યો હતો. આ વિમાન ૧૫૬ યાત્રીઓ સાથે આશરે ૩ મીનીટ સુધી ખરાબ એન્જિનનાં સહારે ઉડતું રહ્યું હતુ.
DGCAનાં રિપોર્ટમાં બહાર આવેલી આ ઘટના ૨૧ જૂન,૨૦૧૭ સવાર ૫.૫૮ કલાકની છે. આ રિપોર્ટમાં ઉડાન ભરતી સમયે એક પંખી વિમાનનાં ૨ નંબરનાં એન્જિન સાથે અથડાયુ હતુ. આ એન્જિનમાંથી અવાજ આવવા લાગ્યો જેથી પાયલટે આ એન્જિનને બંધ કરી દીધુ. પાયલટને લાગ્યુ કે ઊંચાઈ પર પહોંચીને ફરી એન્જિન ચાલુ કરવાથી ઠીક થઈ જશે, પરંતુ તેમણે ભૂલથી યોગ્ય કામ કરતું એક નંબરનું એન્જિન બંધ કરી દીધુ હતુ.
લેન્ડ કરતી વખતે વિમાનનું ફક્ત એક જ એન્જિન કામ કરી રહ્યું હતુ. વિમાનની તપાસ દરમિયાન બીજા નંબરનાં એન્જિન પણ લોહીનાં ધબ્બા જાવા મળ્યા હતા. એન્જિનનાં પંખાની બે બ્લેડ પંખીનાં ટકરાવાથી ખરાબ થઈ ચુકી હતી.
રિપોર્ટ પ્રમાણે બેદરકારી દાખવવા બદલે ગોએરનાં છ-૩૨૦ વિમાનનાં પાયલટ પર કાર્યવાહી કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY