ગુજરાતની સૌથી મોટી રૂ. ૧૫ થી ૨૦ કરોડના હીરાની લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ભાવનગર એસઓજીની મદદ લઇ જુદી જુદી ૧૦ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસે મોબાઇલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ ઉપરાંત બાતમીદારોને પણ કામે લગાડી લૂંટારૃઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. જો કે, ઘટનાના ૨૪ કલાક બાદ કોઇ ચોક્કસ કડી હાથ લાગી નથી. સુરતના કતારગામ વિસ્તારમાં ગતરાત્રે પાંચ લૂંટારૃઓએ ગ્લોસ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરી અંદાજીત રૂ. ૧૫ થી ૨૦ કરોડના હીરાની લૂંટ કરતા ચકચાર મચી ગઇ હતી. ગણતરીની મિનીટોમાં કરોડોના હીરા લૂંટી ભાગી છુટેલા લૂંટારૃઓને ઝડપી પાડવા સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયો હતો. ગુજરાતની સૌથી મોટી લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર સતીષકુમાર શર્માએ આજે જાતે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સુરત પોલીસની ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., પી.સી.બી. ઉપરાંત કતારગામ પોલીસની સાથે તપાસમાં એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, ભાવનગર એસ.ઓ.જી.ની ટીમ જોડાઇ છે. કુલ ૧૦ ટીમો મોબાઇલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પોલીસે બાતમીદારોને પણ સક્રિય કર્યા છે. ભૂતકાળમાં હીરાની મોટી લૂંટોમાં સંડોવાયેલા અને હાલ રાજકોટ જેલમાં કેદ ભૂપત આહિરની સંડોવણી પણ પોલીસ ચકાસી રહી છે. જો કે, ઘટનાના ૨૪ કલાક બાદ પણ પોલીસને હજુ કોઇ સફળતા મળી નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"