અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ ખેતરોમાંથી ૧૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

0
138

ભરૂચ:

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સીધી સૂચના મુજબ ગત રોજ અંકલેશ્વર શહેર પોલીસ ને મળેલી બાતમી આધારે અંકલેશ્વર હાંસોટ રોડ આવેલા ખેતર માંથી રૂપિયા ૧૦,૩૯,૨૦૦ નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.શહેર પોલીસને મળેલી બાતમી . અંકલેશ્વર સીટી પો.સ્ટે પી.એસ.આઈ ને માહિતી મળી હતી કે હરીપુરા ગામનો કનુ વસાવા અને મનીષ વસાવા ખડકીયા કોલેજની પાછળ આવેલ બાવળની ઝાડીમાં ઈંગલીશ દારૂ અને બિયરનો જથ્થો કોઈ વાહનમાં લાવી બહારથી માણસો તથા વાહનો મંગાવી ઈંગ્લીશ દારૂ તથા બિયરની પેટીઓનુ કરી રહ્યો છે. તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૭૫૦ મીલી કાચની બોટલ નંગ ૩૦૦ તથા ૧૮૦ મીલીની કાચના તથા પ્લાસ્ટીકની બોટલ નંગ ૭૩૪૪ તથા ૫૦૦ મીલી.ના બીયર ટીન નંગ ૧૮૪૮ મળી કુલ કિંમત રૂ. ૧૦,૩૯,૨૦૦ નો દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી બુટલેગર કનુ વસાવા તેમજ મનીષ વસાવા રહે. હરીપુરા નાઓને વોન્ટેડ બતાવી ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY