વિશ્વ હિન્દુ પરિષદ જંબુસરના પ્રમુખ તથા જંબુસર પંથકમાં હનુમાન ચાલીસા સત્સંગ મંડળના પ્રણેતા હીરાભાઇ વર્ધાભાઈ નું આજે ૯૩ વર્ષની જૈફ વયે ટુંકી માંદગી બાદ નિધન થતાં જંબુસર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત હિન્દુ સમાજમાં શોકની લાગણી પ્રવર્તી છે સદ્ગત હીરાભાઇ પટેલ વિશ્વ હિન્દુ પરિષદના જંબુસર ખાતે ઓગણીસો ચોર્યા સિટી પ્રમુખપદે કાર્યરત થયા હતા અને અવિરત આજદિન સુધી પ્રમુખપદે કાર્યરત રહ્યા હતા આજથી ૩૫ વર્ષ પહેલા દર મંગળવારે તેમના નિવાસ સ્થાને હનુમાન ચાલીસા ચાલુ કરી હતી અને હાલમાં દર મંગળવારે જંબુસર નગર સહિત પંથકમાં જુદા જુદા સત્સંગ કેન્દ્રમાં કાર્યરત છે હીરાભાઈ પટેલ તેઓના અંતિમ દિવસ સુધી પ્રવૃત્તિશીલ રહ્યા હતા અને ભૂતકાળમાં નગરપાલિકાના કાઉન્સિલર તરીકે પણ પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓ પોતાના વિશાળ પરિવારને અણધારી વિલાપ કરતા છોડી જઈ વિદાય લીધી હતી સાંજના ચાર કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળેલી તેઓની અંતિમ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ પાલિકાના કોર્પોરેટરો નગરના અગ્રણીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
રીપોર્ટર: હરીન અેસ પટેલ, જબુસર
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"