‘હીરોઇન પરનાં દુષ્કર્મ સીન તેને અગાઉથી જણાવાતા નથી’

0
17

મુંબઈ,તા.૨૯
બોલિવૂડમાં અત્યારે ચારે બાજુ મી ટુ આંદોલનની વાતો થઇ રહી છે ત્યારે સિનિયર અભિનેતા દલીપ તાહિલે પોતે આવા એક સંવેદનશીલ દ્રશ્યના વિવાદથી શી રીતે ઊગરી ગયા હતા એની રસપ્રદ વાત કરી હતી.
‘વાત જૂની છે પરંતુ રસપ્રદ છે. દુષ્કર્મના દ્રશ્યને વાસ્તવિક દેખાડવા હીરોઇનને અગાઉથી જણાવ્યા વિના કેમેરા ચાલુ થાય ત્યારે તમારે એનાં કપડાં ફાડી નાખવાના એવી સૂચના ડાયરેક્ટરે મને આપી હતી. હીરોઇન નવી હતી અને એને માટે આ આજીવિકાનો સવાલ હતો. મેં ડાયરેક્ટરની સૂચના માનવાનો ઇનકાર કરીને હીરોઇનને મોઢામોઢ કહ્યું કે ડાયરેક્ટર આવું દ્રશ્ય ઇચ્છે છે. એ તો ડઘાઇ ગઇ. પછી મોટેથી રડી પડી અને મેકપ રૃમમાં દોડી ગઇ…. એ દિવસોમાં મોબાઇલ ફોન કે સેટ પર હાજર રહેલી કોઇ વ્યકિત ચોરીછૂપીથી આ શોટ ઝડપી લે એવી તો કોઇ શકીયતા નહોતી. આખરે અમે પેલી યુવતીને બોલાવી અને સમજાવીને એ દ્રશ્ય લીધું.
‘હું મારા વિચારોમાં મક્કમ હતો કે યુવતીનાં કપડાં ફાડીને દુષ્કર્મનો શોટ લેવો હોય તો એને વિશ્વાસમાં લેવી પડે. નહીંતર પાછળથી અનર્થ થઇ શકે અને પોલીસ કેસ થાય તો હું ફસાઇ જાઉં’ એમ દલીપ તાહિલે કહ્યું હતું. ગયા પખવાડિયે પણ દલીપે એક કિસ્સો વર્ણવ્યો હતો જેમાં એણે રેપનો શિકાર બનતી અભિનેત્રી પાસે લખાવી લીધું હતું કે આ દ્રશ્યમાં એની સાથે કોઇ ગેરવર્તન થયું નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY