લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા, થાનગઢ, માં અડચણ રૂપ વાહનો હતા તે દૂર કરાયા

0
190

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારોને રવિવારનો રજાનો દિવસ હોઇ, પોલીસ સ્ટાફ સાથે પૅટ્રોલિંગ કરવા માટે અને ખાસ કરીને ફૂટ પેટ્રોલિંગ કરવા માટે તમામ અધિકારીઓને સુચના કરવામાં આવેલ હતી.

પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શનમાં લીબડી ડિવિઝનમાં ચોટીલા, લીંબડી, ચુડા, થાનગઢ અને સાયલા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ પી.આઇ. પી. ડી.પરમાર, પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, બી.એસ.સોલંકી, જે.ડી.મહિડા, એમ.આર.પલાશ, નીતાબેન સોલંકી તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહનો દૂર કરી, અડચણરૂપ વાહનોના તેમજ બેફિકરાઈથી વાહન ચલાવતા, લાયસન્સ વગર વાહન ચલાવતા, વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

લીંબડી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ આ *સઘન પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વાહનચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ એન.સી. આપવામાં આવેલ હતી અને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની હાજરી થી રોડ અને રસ્તા ઉપરથી અડચણો દૂર કરવામા આવતા પ્રજાએ રાહતની લાગણી અનુભવી હતી….

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY