રાપર તાલુકાના બેલા ગામે ઐતિહાસિક કિલ્લો તંત્રની બેદરકારીને કારણે સંભારણું બનીજવા જેવી સ્થિતિ પુરાતત્વ ખાતા દ્વારા રીપેર કરાય તેવી લોકમાંગ

1
1848

રાપર તાલુકા માં અનેક જૂની અને પ્રાચિન વસાહતો આવેલી છે જેમાં થી કેટલીક સંશોધન પણ માંગી રહી છે તો કેટલીક સરકાર કે પુરાતત્વ ખાતા ની નિષ્ક્રિયતાં નાં કારણે અસ્ત થાવાની તૈયારી છે જેમ હઃડ્પીય સંસ્કૃતિ નો વારસો સાચવી ને બેઠેલું ધોરાવિરા જયાં કેટલીક અસુવિધાઓ છે તેવું જ રાપર તાલુકા નાં અને પાકિસ્તાન થી માત્ર ૩૫ થી ૪૦ કિલો મિટર નાં અંતરે આવેલ સરહદીય બેલા ગામની ખુબજ દયનિય હાલત છે 

આ બેલા ગામનાં ડુંગર પર જો રાતે ચડી એ તો પાકિસ્તાન ની લાઈટો નાં ઝગારા નજરે પડે છે અને સરહદ ની ચોકીઓ પણ નજરે આવે છે તેવો ડુંગર જે યુદ્ધ વખતે ભારતીય આર્મી ની અડીખમ દીવાલ બની સકે છે તે ડુંગર ની વર્ષો થી સરકાર દ્વારા અવગણના કરાઇ રહીછે તો જૂના રજવાડી સમય થી બેલા નો કિલ્લો એ કચ્છ ના વાગડ વિસ્તાર મા આવેલ પ્રાંથડ વિસ્તાર મા પ્રખ્યાત છે અને છેક પાકિસ્તાન ને અડી ને આવેલ વિસ્તાર એવા બેલા ગામ આવેલ છે એક સમય મા રાપર તાલુકા માં જ્યારે રાપર શહેર નું અસ્તિત્વ નહતું ત્યારે તાલુકા માં માત્ર ખરીદી માટે જૂજ ગામો હતાં જેમાં મોટી રવ અને એક બેલા હતુ અને આ ગામ ની જાહોજલાલી હતી અને અને તેની સાક્ષી હજી પણ બેલા ગામ મા જુના સમય ની બજાર હાલ પણ તેની સાક્ષી પૂરતી અડીખંભ ઉભીછે જ્યા કાપડ નો મોટો વેપાર હતો ઉલ્લેખનીય છે કે રાપર નાં પુર્વ ધારા સભ્ય પંકજ મહેતા પણ બેલા નાં વતની છે અને તેમની પણ પૂર્વજોની કપડા ની દુકાન હતી તો બીજી બજારો પણ હતી અને વાગડ નુ બધુ જ કાપડ બેલા મા ઉતરતું હતુ બેલા મા કાપડ ખરીદવા તેમજ બીજી ચીજ વસ્તુની ખરીદી કરવા પાકિસ્તાન ના થરપારકર અને સિંધ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હતા પરતુ ભાગલા થયા બાદ બેલા ગામ ભારત નો એક ભાગ બનીને રહી ગયુ અને બેલા ની જાહોજલાલી નાશ પામી જેનાં કારણે મોટા ભાગ નાં વેપારીઓ.રાપર કે બીજે સ્થળે ચાલ્યા ગયા પરતુ આજેય બેલા મા લટાર મારવા નિકળી તો કલાત્મક અને ખુબ જુની બજાર જોવા મળેછે એક સમય મા બેલા ગામ મા જૈનો તેમજ વાઘેલા દરબાર રાજપુત વગેરે અઢાર વર્ણના લોકો રહેતા હતા અને બેલા નાં વિસાજી વાઘેલા એ ભુજ નાં તે સમય ના રાજવી તમાચીજી પાસે પરવાનગી લીધી હતી અને દરબાર ગઢ નો પાયો નાખ્યો હતો એ સમય મા ૧૬,૫૦૦ કોરી નો ખર્ચ થયો હતો જે ફાળો રૂપશી રાયસી મહેતાએ આપ્યો હતો અને બેલા દરબારગઢ ના બે દરવાજા હતા જેમાંથી એક વખત કોઈ અદર આવી જાય તો બહાર ના જઇ સકાતૂ નહીં અને જે જગ્યાએ થી જાય ફરીથી ઇજ જગ્યાએ આવી જાય બેલા ના મુળ દરવાજા ફતેગઢ નાં ફતેમામદ પોતાની સાથે છ બળદ ગાડા લઇ ને આવેલ અને ફતેહગઢ ગામમાં લઇ ગયો તો હતો ત્યાથી એમના દરવાજા બેલા ના એક ક્ષત્રિય રાજપુત યુવાને પોતાના ખભે ઊપાડીને ફતેગઢ થી લઇ આવ્યા હતા આ દરબારગઢમાં બે વસ્તી ના વાઘેલા દરબારો રહેતા હતા જેમાં એક સતાજી ની વસ્તી અને બીજી જેસાજી ની વસ્તી છે

જે ધરતીકંપ પહેલા આ દરબારગઢ મા રહેતા હતા પરંતુ ધરતીકંપ બાદ આ કિલ્લો જર્જરીત થઈ જવાથી સતાજી અને જેસાજી ના વંશજો ગઢ બહાર રહેવા જતા રહયા અને કિલ્લો આજેય જર્જરીત હાલતમા ઉભો છે ધરતીકંપ બાદ કચ્છ ના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા આ કિલ્લો જોવા આવેલા અને સરકારી ખર્ચ માથી રિપેર કરશે તેવી બાહેધરી આપી હતી પરતુ હંમેશની જેમ બાંહેધરી પોકળ નીકળી ત્યારબાદ અમુક કારણોસર આ કિલ્લાનુ સમારકામ આમજ રહી ગયુ હજી પણ વહેલી તકે જો સમારકામ હાથ ધરાય તો કિલ્લો બચાવી શકાય તેમછે અન્યથા આવનારી પેઢી ને ખાલી જૂની તસવીરો માંજ કિલ્લો બતાવી શકાશે અને ઐતિહાસિક ઇમારત ની માત્ર યાદો રહી જશે ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ અને પુરાતત્વ ખાતાએ વિચારવું જોઈએ અને એક પર્યટક સ્થળ તરીકે આ સ્થળને વિકસાવવું જોઈએ અને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવું જોઈએ અને વહીવટી તંત્ર તથા રાજકીય હોદ્દેદારોએ પુરાતત્વ ખાતા પાસે રજુઆત કરી આ ઐતિહાસિક કિલ્લાની જાણવણી બાબતે યોગ્ય કરવાની બેલા તથા આસપાસના ગામલોકોની માંગ ઉઠવા પામીછે

રિપોર્ટ- બિમલ માંકડ 787463 5092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

1 COMMENT

  1. Very nice information about Bela fort. I am also waiting about Kutch forts and I would like to more about vagad forts.
    Kutch itihas Sanskrit Patrica at Pragmahal palace bhuj. My mobile 9374235379
    Pramod jethi

LEAVE A REPLY