વિધાનસભામાં આજે અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ : છેલ્લી ઘડીના સમાધાનના પ્રયાસો?

0
107

ગાંધીનગર,
તા.૨૧/૦૩/૨૦૧૮

ભાજપ કોંગ્રેસ વચ્ચેની ફોર્મ્યુલા નિષ્ફળ જતા છેવટે અવિશ્વાસના પ્રસ્તાવને એજન્ડામાં સમાવેશ કરાયો

ગુજરાત વિધાનસભાના પ્રથમ વાર અધ્યક્ષ બન્યા હોય અને તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોય તેવો પ્રથમ પ્રસંગ વિધાનસભામાં બનવા જઈ રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત આવતીકાલ ૨૨ માર્ચના રોજ સભાગૃહોમાં રજૂ થશે. કોંગ્રેસના સીનીયર ધારાસભ્ય શૈલેશ પરમાર દ્વારા આ દરખાસ્ત રજૂ થવાની છે. વિધાનસભાના ૨૨મી માર્ચના એજન્ડામાં પ્રશ્નોત્તરી બાદ આ દરખાસ્ત રજૂ થશે ત્યારે સામસામે આક્ષેપ અને પ્રતિ આક્ષેપથી સભાગૃહોમાં ભારે ઉત્તેજના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. દરમ્યાનમાં આ પ્રસ્તાવને ટાળવા માટે અને સમાધાનની કોઈ ફોર્મ્યૂલા નક્કી કરવા સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક આ લખાય છે ત્યારે ચાલી રહી છે. જા સમાધાન થઈ જશે તો આવતીકાલે અવિશ્વાસનો પ્રસ્તાવ કોંગ્રેસ દ્વારા મૂવ કરવામાં નહિ આવે. એમ મનાય છે કે સમાધાનની ફોર્મ્યૂલા લગભગ નિશ્ચિત છે અને ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે.

સામાન્ય રીતે વિધાનસભામાં અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ બને ત્યાં સુધી લાવવામાં આવતો નથી અને જા કોઈ એવી પરિસ્થતિ સર્જાય તો તેને ટાળવાનો પ્રયત્ન થાય છે. વિધાનસભાના હાલના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પ્રથમવાર ધારાસભ્ય થયા અને પ્રથમવાર અધ્યક્ષ બન્યા પરંતુ તેમના કેટલાક નિર્ણયોને લઈને તેઓ વિવાદમાં મુકાઈ ગયા છે. કોંગ્રેસના ૩ ધારાસભ્યોને એક વર્ષ અને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના અધ્યક્ષના નિર્ણયથી કોંગ્રેસ ભારે નારાજ થઇ છે અને તેના પગલે કોંગ્રેસે અધ્યક્ષ ભેદભાવ રાખે છે અને તેમને પદ પરથી દૂર કરવા જાઈએ. એવો એક પ્રસ્તાવ વિધાનસભામાં આવતી કાલ ૨૨ માર્ચના રોજ રજૂ થવાનો છે.

વિધાનસભામાં હાલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે તનાતની રહેલી છે. ખાસ કરીને પ્રતાપ દુધાત અને અમરેશ ડેર નામના બે ધારાસભ્યોને ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરવાથી કોંગ્રેસ ભારે નારાજ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્યોની સજા ઓછી કરવી અથવા સત્ર સમાપ્ત સુધી સજા રાખવી અને તેની સામે અધ્યક્ષ સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ પડતો મુકવો એવી એક ફોર્મ્યુલા વિચારવામાં આવી હતી પરંતુ તે સફળ થઇ ન હોય તેમ આવતી કાલે આ પ્રસ્તાવ રજૂ થવાનો છે ત્યારે વિધાનસભામાં ભારે ધાંધલ ધમાલ સર્જાય તો પણ નવાઈ નહિ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY