શ્રીનગર,તા.૨૩
જમ્મૂ-કશ્મીરમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓની વધુ એક કરતૂત સામે આવી છે. હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકીઓએ જમ્મૂ-કશ્મીરના શ્રીનગરમાં લાલચોકમાં પોતાની મીટિંગ કરી. મીટિંગ કરીને આતંકીઓએ સુરક્ષાબળને પડકાર ફેંકિયો છે. ઉલ્લેખનીય છે કે, હિઝબુલ મુઝાહિદ્દીને સુરક્ષાબળને ચેલેન્જ ફેંકી હતી કે તેઓ શ્રીનગરમાં ૨૧ નવેમ્બરે મીટિંગ કરશે અને એજન્સીઓને જે કરવું હોય તે કરી લે.
આ ચેલેન્જ આપ્યાના થોડા જ દિવસમાં સોશિયલ મીડિયામાં આતંકીઓની તસવીરો વાયરલ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, ઉમર માજીદ ઉર્ફે હનજલ્લા લાલચોકમાં યોજાયેલી બેઠકનો મુખ્ય સુત્રધાર છે.
બેઠક બાદ ઘંટાઘર સામે હનજલ્લાએ સેલ્ફી લીધી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. જા કે, તસવીર કેટલી સાચી છે કે ખોટી તે હજુ જાણી શકાયુ નથી પણ પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે.
જમ્મૂ-કાશ્મીરની ઘાટીમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનની એક શ્રીનગરમાં બેઠક મળી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. કુલગામ જિલ્લાના કમાન્ડરે લાલ ચોક વિસ્તારમાં થયેલી બેઠકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
જા કે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અંગે કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી. એક જાણકારી મુજબ આંતકી સંગઠન હિઝબૂલ મુઝાહિદ્દીને બુધવારે શ્રીનગરમાં એક બેઠક બોલાવી હતી. આ દરમિયાન લાલ ચોકમાં આવેલ ઘંટાઘરની સામે જિલ્લા કમાન્ડરની એક ફોટો વાયરલ થઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






