કોચ્ચી,તા.૨૯
કેરળ પ્રદેશ ભાજપે સબરીમાલા મંદિરના રીતિ રિવાજા અને પરંપરાની રક્ષા માટે રથયાત્રા નિકાળવાની જાહેરાત કરી. ભાજપ પ્રદેશ પ્રમુખ પીએસ શ્રીધરન પિલ્લઇએ જણાવ્યું કે એનડીએના નેતૃત્વમાં આ યાત્રા ૮ નવેમ્બરે કાસરગોડથી શરૂ થશે અને ૧૩ નવેમ્બરે પથનમથિટ્ટામાં સંપન્ન થશે.
પીએસ શ્રીધરન પિલ્લઇએ કહ્યું કે પાર્ટીએ સબરીમાલા મુદ્દે પર પ્રદર્શનમાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓની ધરપકડનો વિરોધ જારી રાખવાનો નિર્ણય કર્યો છે. ભાજપ કાર્યકર્તા અહીંયા ૩૦ ઓક્ટોબરે ડીજીપી કાર્યાલયની સામે એક દિવસનો ઉપવાસ કરશે.
નોંધનીય છે કે મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની પરવાનગી આપવાની સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધ કરવામાં આવી રહ્યો છે. સબરીમાલા મંદિરની જૂની પરંપરા છે કે ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશની અનુમતિ નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




